Home /News /national-international /મોદી સરકારનો મોટો નિર્ણય: દિલ્હીમાં આવેલ મુગલ ગાર્ડનનું નામ બદલી નાખ્યું, અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

મોદી સરકારનો મોટો નિર્ણય: દિલ્હીમાં આવેલ મુગલ ગાર્ડનનું નામ બદલી નાખ્યું, અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

mugal garden

અમૃત ઉદ્યાનનું ઉદ્ધાટન 29 જાન્યુઆરી રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા કરવામાં આવશે અને 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના સુધી ખુલ્લો રહેશે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શનિવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરી દીધું છે. ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં અમૃત મહોત્સવની થીમને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરી દીધું છે.

આ પણ વાંચો: કાશ્મીર ભૂલી જાઓ, ભારત સાથે દોસ્તી કરો: ભિખારી પાકિસ્તાનને સઉદી અરબે આપી લાખ રૂપિયાની સલાહ

ક્યારથી ખુલશે

અમૃત ઉદ્યાનનું ઉદ્ધાટન 29 જાન્યુઆરી રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા કરવામાં આવશે અને 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના સુધી ખુલ્લો રહેશે. આ ઉદ્યાન ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસના પ્રાંગણમાં આવેલ છે અને તેને મુગલ અને બ્રિટિશ શૈલીનું એક સુંદર મિશ્રણ માનવામાં આવે છે.

હજારો પ્રજાતિના ફુલ


15 એકરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં ફુલોની અસંખ્ય પ્રજાતિઓ આવેલી છે અને વર્ષમાં એક વાર ફેબ્રુઆરી અને માર્ચમાં તે જનતા માટે ખુલ્લો મુકવામાં આવે છે.
First published:

विज्ञापन