Home /News /national-international /આતંકવાદીઓ સાથે લડ્યા, શહીદી પર આખું કાશ્મીર રડ્યું, હવે મળ્યું શૌર્ય ચક્ર, જાણો કોણ છે 'બિન્દાસ' મુદાસિર
આતંકવાદીઓ સાથે લડ્યા, શહીદી પર આખું કાશ્મીર રડ્યું, હવે મળ્યું શૌર્ય ચક્ર, જાણો કોણ છે 'બિન્દાસ' મુદાસિર
mudasir ahmad sheikh
mudasir ahmad sheikh real life story: જમ્મુ અને કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ મુદાસિર અહેમદ શેખને અસાધારણ બહાદુરી દર્શાવવા માટે મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવશે. બારામુલ્લામાં એક ઓપરેશન દરમિયાન આતંકીઓએ તેના પર ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં તેણે બદલો લીધો હતો. તેમની શહાદત પર સમગ્ર કાશ્મીર ઘાટીમાં શોકની લહેર છવાઈ ગઈ હતી.
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કારની જાહેરાત કરી હતી. જેમાં 6 નાયકોને કીર્તિ ચક્ર, 15ને શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું. આમાંથી એક નામ જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ મુદાસિર અહેમદ શેખનું છે. 25 મે 2022 ના રોજ, મુદાસિર બારામુલ્લામાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા. આ ઓપરેશનમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. મુદાસીરે એન્કાઉન્ટર દરમિયાન અસાધારણ બહાદુરી દર્શાવી હતી. તેમને મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવશે. જણાવી દઈએ કે,શૌર્ય ચક્ર દેશનો ત્રીજો ટોચનો વીરતા પુરસ્કાર છે.
જણાવી દઈએ કે, 25 મે, 2022ના રોજ સુરક્ષા જવાનોને 3 આતંકવાદીઓની હિલચાલની માહિતી મળી હતી. આ પછી સુરક્ષાદળોએ બારામુલ્લામાં ઓપરેશન શરૂ કર્યું હતું. કોન્સ્ટેબલ મુદાસિર અહેમદ શેખે આતંકવાદીઓના વાહનની ઓળખ કરી હતી, પરંતુ અચાનક આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોતાના જીવની પરવા કર્યા વિના મુદાસિર આતંકવાદીઓની કાર પર ત્રાટક્યો અને એકને કારમાંથી બહાર કાઢી નાખ્યો હતો. આ પછી આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે મુદાસિર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આમ છતાં તેણે આતંકવાદીઓ પર જવાબી કાર્યવાહી કરી હતી.
જાણો કોણ છે મુદાસિર અહેમદ શેખ
મુદાસિર અહેમદ શેખ જમ્મુ-કાશ્મીર પોલીસનો કોન્સ્ટેબલ હતો. તેઓ 2022માં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે, બારામુલ્લામાં એક એન્કાઉન્ટર દરમિયાન, સુરક્ષા દળોએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં મુદાસિરનો જીવ ગયો હતો. એવું કહેવાય છે કે, મુદાસિરની શહાદત પછી કેટલાય મહિનાઓ સુધી તેના મિત્રો, પરિચિતો અને સબંધીઓ તેના ઘરે શોક મનાવવા આવતા રહ્યા હતા. આખી કાશ્મીર ખીણ પોતાના પુત્રની ખોટના કારણે શોકમાં ગરકાવ હતી. મુદાસિર વિશે જેણે પણ સાંભળ્યું તેની આંખો આંસુઓથી ભરાઈ જતી.
Father of J&K cop who martyred in Baramulla encounter is proud of his son
મુદાસિર તેમના હુલામણા નામ 'બિન્દાસ ભાઈ'થી પણ ઓળખાતા હતા. એવું કહેવાય છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસમાં જોડાયા બાદ તેને આ નામ સામાન્ય લોકોમાંથી મળ્યું હતું. કહેવાય છે કે, મુદાસિર ખૂબ જ મૈત્રીપૂર્ણ હતો. લોકોને મદદ કરવામાં તે ક્યારેય પાછળ નથી રહ્યો. મુદાસિર યુવાનોમાં પણ ખૂબ પ્રખ્યાત હતો. તે ઘણીવાર તેના મિત્રોને સરપ્રાઈઝ આપતો હતો. ફર્સ્ટપોસ્ટ સાથે વાત કરતાં મુદાસિરના પિતાએ કહ્યું હતું કે, તેમનો પુત્ર ઘણો બહાદુર અને હિંમતવાન હતો. તેણે કહ્યું કે, મુદાસિર ક્યારેય મૃત્યુથી ડરતો નથી. તેમનું માનવું હતું કે, આપણે બધાએ એક દિવસ મરવાનું છે. પિતાએ કહ્યું કે, 'મારો પુત્ર શહીદ થયો છે. મને તેના પર ગર્વ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર