Home /News /national-international /હનીટ્રેપમાં ફસાઈને પાકિસ્તાની મહિલાને જાસૂસી માહિતી આપી રહ્યો હતો એમટીએસ, ધરપકડ

હનીટ્રેપમાં ફસાઈને પાકિસ્તાની મહિલાને જાસૂસી માહિતી આપી રહ્યો હતો એમટીએસ, ધરપકડ

પાકિસ્તાની હનીટ્રેપમાં ફસાયેલા કરૌલીના જાસૂસ રવિ મીણાની ધરપકડ.

જયપુરઃઈન્ટેલિજન્સે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એમટીએસ રવિ પ્રકાશ મીણાની ધરપકડ કરી છે. એમ કહેવાઈ રહ્યું છે કે આરોપી હનીટ્રેપની જાળમાં ફસાઈને દેશની બધી જાણકારીઓ પાકિસ્તાની હેન્ડલ્ડર્સને આપી રહ્યો હતો. સમગ્ર મામલાની તપાસમાં સુરક્ષા એજન્સીઓ લાગી ગઈ છે.

જાસૂસી ગતિવિધિઓ પર નજર રખાતી હતી

ડીજી મહાનિર્દેશક પોલીસ ઈન્ટેલિજન્સ ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે પાકિસ્તાનની ગુપ્તજર એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી જાસૂસી ગતિવિધિઓ પર સતત સીઆઈડી ઈન્ટેલિજન્સ નજર રાખી રહી હતી. આ દરમિયાન દિલ્હી સ્થિત સેના ભવનમાં તહેનાત કરૌલી નિવાસી એમટીએસ રવિ પ્રકાશ મીણાએ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની જાસૂસી હેન્ડલર્સ સંપર્કમાં હોવા અંગેની માહિતી આપી છે.

પાકિસ્તાની મહિલાને અપતી હતી વિવિધ માહિતી

આરોપી રવિ પ્રકાશ મીણા પર સીઆઈડી ઈન્ટેલિજન્સની ટીમોએ નજર રાખી તો સામે આવ્યું રવિ પ્રકાશ હનીટ્રેપની જાળમાં ફસાઈને પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો. મહિલા એજન્ટના ઈશારા પર મહત્વની સૂચનાઓ પાકિસ્તાની એજન્ટને મોકલી રહી હતી. તેના પગલે સીઆઈડી ઈન્ટેલિજન્સ, મિલિટ્રી ઈન્ટેલિજન્સ, કેન્દ્રીય એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.

પૂછપરછ દરમિયાન થયો મોટો ઘટસ્ફોટ

પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે આરોપી રવિ પ્રકાશ મીણા ફેસબુક દ્વારા મહિલા પાક એજન્ટના સંપર્કમાં છે. પાક મહિલા એજન્ટે પોતાને પશ્ચિમ બંગાળ નિવાસી અંજલી તિવારી ગણાવી હતી. મહિલાએ પોતે સેનામાં કાર્યરત હોવાનું કહીને હનીટ્રેપમાં તેને ફસાવ્યો અને સોશિયલ મીડિયા પર માહિતી પ્રાપ્ત કરી.

આ પણ વાંચો: અમેરિકા પાકિસ્તાન માટે સતત વરસાવી રહ્યું છે પ્રેમ, POKને કહ્યું આઝાદ કાશ્મીર

ઘણી માહિતી બદલ આપવામાં આવ્યા પૈસા

એમ કહેવાઈ રહ્યું છે ઘણી માહિતી ઉપલબ્ધ કરાવવાના બદલામાં પૈસા પણ રવિ પ્રકાશના બેન્ક ખાતામાં નાંખવામાં આવ્યા હતા. તમામ માહિતીઓ બહાર આવ્યા પછી રાજસ્થાન સીઆઈડી ઈન્ટેલિજન્સે આરોપી રવિ પ્રકાશ મીણાની ધરપકડ કરી છે. હવે તેની પૂછપરછના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
First published:

Tags: HoneyTrap, India Pakistan Border, Pakistan news

विज्ञापन