નાના ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે પ્રાઇઝ મિકેનિઝમનો ઉપયોગ લક્ષિત જૂથ માટે કરી શકાય છે, પરંતુ તે લાંબી અવધિ માટે યોગ્ય રીતે કામ નહીં કરે. ભારતીય અર્થવ્યવસ્થા આ પાઠથી ફિટ બેસે છે અને શરૂઆત કરે છે. જોકે અનેક ક્ષેત્રોમાં તે સાચું પુરવાર થવાના પુરાવા પણ છે.
પેટ્રોલિયમ ઉત્પાદોની પ્રશાસિત કિંમતોએ ભારતને ઓઇલ બોન્ડ એકત્ર કરવા માટે પ્રેરિત કર્યા અને રિટેલ કિંમતોને વૈશ્વિક હોલસેલક કિંમતો સાથે જોડવામાં સુક્ષ્મ અને નીતિગત સાહસમાં વર્ષો લાગી ગયા. નાની બચત યોજનાઓ પર પ્રશાસિત દરો હવે માત્ર યથાર્થવાદી થવા લાગી છે પરંતુ તે હજુ પણ વ્યાજ દર સંચરણમાં અડચણ રૂપ છે, જેનાથી ભારતની બેન્કિંગ પ્રણા લી માટે નિરંતર તણાવ વધી રહ્યો છે. સફળ સરકારોએ વધુ પરિભાષિત-યોગદાન ઉત્પાદો રજૂ કરીને ભવિષ્ય નિધિ પર પ્રશાસિત દરોથી દૂર જવાનો પ્રયાસ કર્યો છે.
તેથી જો પ્રશાસિત કિંમતો આ તમામ ક્ષેત્રોમાં કામ નથી કરતી થો ભારતીય કૃષિને અલગ કેમ હોવું જોઈએ? અલ્બર્ટ આઇસ્ટાઇને કહ્યું હતું કે વારંવાર એક જ કામ કરવું, પરંતુ વિવિધ પરિણામોની અપેક્ષા રાખવી પાગલપણું હતું. જોકે ભારતીફ પ્રતિષ્ઠાનો વિચાર એવો છે કે આ યોગ્ય નીતિ નિર્માણ થાય.
ન્યૂનતમ સમર્થન મૂલ્ય હરિત ક્રાંતિ કાળ બાદનો વારસો છે. જેમ-જેમ ભારતીય કૃષિની ઉત્પાદક્તા અને ઉત્પાદનમાં ઝડપથી વૃદ્ધિ થઈ અને સરકાર ખાદ્ય સુરક્ષા ચિંતાઓને દૂર કરવાના પ્રયાસો કર્યા, MSPને રજૂ કરવામાં આવ્યું. આ વિચાર હતો કે સરકાર MSP હેઠળ ખુલા બજારમાં વેચાતી તમામ કૃષિ ઉપજની ખરીદી કરશે. હકીકતમાં આ ખુલા બજાર માટે એક સિંગલ જેવું મિકેનિઝમ હતું તે એ સુનિશ્ચિત કરવા માટે કે અંતિમ ઉપાયના ખરીદારોને વિક્રેતાઓ અને ખેડૂતો તરફથી કદમ આગળ વધારવાની આવશ્યક્તા નથી.
જોકે, તેણે થોડા સમય માટે કામ કર્યું, જ્યારે કેન્દ્ર સરકાર હકીકતમાં આમ પણ સૌથી મોટી ખરીદનાર હતી, પચાસ વર્ષ બાદની સ્થિતિ અલગ છે. આજે કેન્દ્ર સરકાર 23 પાકો (7 અનાજ, 5 દાળો, 8 તેલિબિયા, કપાસ, જ્યૂટ અને શેરડીના યોગ્ય અને પારિશ્રમિક મૂલ્ય) માટે MSP નિર્ધારિત કરે છે. જોકે કેન્દ્ર સરકાર આ તમામ પાકોની તમમા માત્રા નથી ખરીદતી. અને રાજ્ય દ્વારા ખરીદવામાં આવતા ઉત્પાદ પર MSPનું સન્માન કરવા માટે કોઈ કાયદાકિય જોગવાઈને આધિન નથી, જોકે રાજ્યો પ્રયાસ કરતા રહે છે.
અંતે, જે ખેડૂતોની પાસે વધારે ખેતીની જમીન હોય છે તેની ઉપજ પણ વધુ થાય છે, અને તે સરકારને વેચવામાં પણ અગ્રેસર હોય છે.
જે ખેડૂતોને હકીકતમાં MPS સંરક્ષણની જરૂરિયાત છે, તેમને હંમેશા સરકારી ખરીદીની સુવિધા નથી મળતી. અને સરકાર જે ખરીદે છે તે સામાન્ય રીતે ગુણવત્તાળવાળા આધિશેષનો નિર્ધારિત કિંમતના રૂપમાં ખરીદે છે, ક્યારેક માત્ર ભારતીય ખાદ્ય નિગમના ગોડાઉનોમાં સડવા માટે.
તેથી સરકાર અંતે સ્પષ્ટ સમાધાનની સાથે સામે આવી ખેડૂતોને બજારમાં વધુ પહોંચ પૂરી પાડે છે. ખેડૂતોને એક સાથે આવવા અને એકત્ર કરીને અને ખાનગી ખરીદનારોને શોધવા માટે, જ્યારે સારું બનાવવા અને સારી ગુણવત્તાનું ઉત્પાદન કરવા માટે પોતાની ઉત્પાદન શૃંખલાને મજબૂત કરવી જોઈએ. હકીકતમાં ત્રણ કૃષિ કાયદા, જે અધ્યાદેશના રૂપમાં હતા અને બાદમાં કાયદા બન્યા તે જૂન બાદથી લાગુ થયા છે, જે પહેલા જ પ્રભાવ લાવી ચૂક્યા છે.
સક્રિય ખેડૂત અને ઇ-કોમર્સ લાભ ઉઠાવતાં, સહ્યાદ્રી ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO)નો હિસ્સો નાસિકના ખેડૂત આ વર્ષે શહેરવાસીઓને વેચી રહ્યા છે. મધ્ય પ્રદેશના હોશંગાબાદના પાસ પિપરીયામાં એક નાના ખેડૂતે એક ખાનગી કંપનીની વિરુદ્ધ નવા ખેડૂત કાયદાઓનો ઉપયોગ કરી પોતાના ઉપજ માટે અનુબંધિત મૂલ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળેવી છે. મહારાષ્ટ્રનાએક અન્ય નાના ખેડૂતે આંતરરાજ્ય વેપાર વિવાદમાં નવા કાયદાનો ઉપયોગ કરી અને મધ્ય પ્રદેશના બડવાનીના એક વેપારીથી યોગ્ય મૂલ્ય પ્રાપ્ત કર્યું. ફેડરેશન ઓફ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા ફાર્મર્સ ફોર માર્કેટ એક્સેસે નવા કૃષિ કાયદાઓના સમર્થનમાં એક નિવેદન જાહેર કર્યું છે.
નવા કૃષિ કાયદા ખેડૂતો માટે આપૂર્તિ શૃંખલાનું આધુનિકરણ, ફાર્મ ગેટ ખરીદાર સુધીની પહોંચ અને ટેક્નોલોજીના ઉપયોગની સાથોસાથ સમાન રૂપ પણ લાવશે. Ninjacart અને Waycool જેવી ફર્મ પહેલાથી એક નાની પરંતુ ઉદ્યમી ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરી ખાનગી ખરીદનારાએ વેચવા માટે આવશ્યક માળખું ઊભી કરી રહી છે. એગ્રીટેક પ્લેયર્સ તે ખેડૂતો માટે ટેક્નોલોજીના ઉપયોગગથી ઇનોવેશેન ગ્રીન શૂજ્ઞને ઇજેક્ટ કરવાની રાહ જોઈ રહ્યા છે જે અનુકૂળ અને વિચારોને અપનાવવા ઈચ્છુક છે.
ભારતીય કૃષિને ફૂડ પ્રોસેસિંગ, ફાર્મ ગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન, કોલ્ડ સ્ટોરેજ અને ટેક્નોલોજી આધિરિત આગેવાની હેઠળના બજાર નિર્માણમાં વધુ રોકાણોની જરૂર છે. સ્થિર વેપારની શરતો, ઝડપી વિવાદના નિરાકરણ અને લાંબા ગાળાના રોકાણની ક્ષિતિજ દૃશ્યતા દ્વારા સમર્થન આપવામાં આવે તો જ ખાનગી પક્ષો આ પ્રોજેક્ટ્સ પર તેમના નાણાં ફક્ત તે જ પ્રોજેક્ટ્સ પર રોકાણ કરશે.
" isDesktop="true" id="1054906" >
ન્યૂનતમ સમર્થન મૂલ્ય મોડલ ભારતીય કૃષિના નુકસાન માટે પહેલેથી જ મહત્તમ સ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારતીય ખેડૂતો માટે મોટા બજારની સંભાવનાઓ ખોલવા માટે અત્યારનો સમય સૌથી યોગ્ય છે.
લેખક સ્માહી ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે, પબ્લિક પોલિસી થિન્ક ટેન્ક છે. તેઓ પુના સ્થિત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર