Home /News /national-international /

MSP, મિડલમેન અને ખોટી માન્યતાઃ નવા કૃષિ કાયદામાં શું બદલાયું અને કોને ફાયદો?

MSP, મિડલમેન અને ખોટી માન્યતાઃ નવા કૃષિ કાયદામાં શું બદલાયું અને કોને ફાયદો?

શું છે એમસએસપી, મિડલમેન - તેમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે અને તેનાથી કોને ફાયદો થશે?

શું છે એમસએસપી, મિડલમેન - તેમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે અને તેનાથી કોને ફાયદો થશે?

  ગૌરવ ચૌધરી, નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર સતત પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારી ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણેય કાયદાઓને રદ નહીં કરે તેઓ પોતાનું આંદોલન સમાપ્ત નહીં કરે. ખેડૂતોના પ્રદર્શન સતત ઉગ્ર બનતા જઈ રહ્યા છે. અનેક રાજકીય સંગઠનો પણ ખેડૂતોના સમર્થનમાં ઉતરી આવ્યા છે. અંતે શું છે એમસએસપી, મિડલમેન અને તેમાં શું ફેરફાર થયા છે અને તેનાથી કોને ફાયદો છે? આવો જાણીએ...

  કૃષિ સાથે જોડાયેલા કાયદાઓને કેન્દ્ર સરકારે પાસ કર્યા છે. પહેલો કાયદો, કૃષિ ઉત્પાદન વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) અધ્યાદેશ (Farmers' Produce Trade and Commerce (Promotion and Facilitation) Act, 2020) અધ્યાદેશ, 2020.

  બીજો કાયદો, આવશ્યક વસ્તુ અધિનિયમ 1955માં સંશોધન (Essential Commodities (Amendment) Act, 2020) અને ત્રીજો કાયદો, મૂલ્ય આશ્વાસન પર ખેડૂત (સંરક્ષણ અને સશક્તિકરણ) સમજૂતી અને કૃષિ સેવા અધ્યાદેશ (Farmers (Empowerment and Protection) Agreement on Price Assurance and Farm Services Act, 2020).

  સંસદમાં બોલતા બીજેપી રાજ્યસભા સાંસદ ભૂપિન્દર યાદવે કહ્યું હતું કે, આ ત્રણેય બિલ કૃષિ ક્ષેત્રના સુધાર હેતુ ઐતિહાસિક પગલાં છે. સંસદમં આ બિલને પા સ કરાવતા કેન્દ્ર સરકારે તર્ક આપ્યો હતો કે આ કાયદાનો ઉદ્દેશ્ય ખેડૂતોના પક્ષમાં શરતોને શિથિલ કરવાની છે, જે ભ્રષ્ટ વચેટિયા અને અંગત સ્વાર્થથી મુક્તી અપાવે છે.

  કેવી રીતે?

  સરકારે તર્ક આપ્યો છે કે ખેડૂતોના ઉત્પાદન વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) અધિનિયમ 2020 વિવિધ રાજ્યની APMC કાયદા હેઠળ અધિસૂચિત બજારોની બહાર કૃષિ પેદાશને અવરોધ મુક્ત વ્યાપારની સુવિધા માટે ઈચ્છે છે.

  આ પણ વાંચો, Farmers Protest: સરકાર સાથે વાતચીત માટે તૈયાર કૃષિ કાયદાનો વિરોધ કરતાં ખેડૂતો, મૂકી આ 3 શરતો

  મૂલ્ય આશ્વાસન અને ફાર્મ સેવા અધિનિયમ, 2020 પર ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) સમજૂતી, અનુબંધ-ખેતી માટે એક રૂપરેખાને પરિભાષિત કરે છે.

  સંસદે આવશ્યક વસ્તુ (સંશોધન) અધ્યાદેશ, 2020 હેઠળ અનાજ, તેલિબિયા, ડુંગળી અને બટાકાને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવી દીધી છે. તેનાથી ખેડૂતોની આવક વધશે. પરંતુ તેનાથી ગ્રામિણ ગરીબી પણ વધી શકે છે અને જન વિતરણ પ્રણાલી પર પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે.

  તો પછી ખેડૂતો કેમ પ્રદર્શન કરી રહ્યા છે?

  ખેડૂતોને ડર છે કે નવા કૃષિ ઉત્પાદન બજારોમાં મોટા કોર્પોરેટ સમૂહોની શરૂઆત કરશે. તે એકાધિકાર સ્થપાઈ શકે છે, જેના કારણે ખેડૂતોને નુકસાન પહોંચી શકે છે. તેની સાથે જ ખેડૂતોને નિમ્ન સ્તરની કિંમતો નક્કી કરવાની મંજૂરી પણ રદ થઈ શકે છે.

  આ પણ વાંચો, Cooking Gas Cylinder Price: ફરી મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, હવે આપને ખર્ચ કરવા પડશે આટલા રૂપિયા

  કેવી રીતે બદલાશે નવી વ્યવસ્થા?

  સરકારે હવે કહ્યું છે કે નવા કેન્દ્રીય કાયદા ખેડૂતોને પોતાની ઉપજને આકર્ષક કિંમતો પર વેચવા માટે સક્ષમ કરશે. નવા કાયદા આંતર-રાજ્ય વ્યાપારમાં અડચણોને પણ દૂર કરશે, જેનાથી યૂપીના ખેડૂતોને ઇ-ટ્રેડિંગના માધ્યમથી ગુજરાતમાં ખરીદી અને વેપારીઓને વેચવાની મંજૂરી મળશે.

  શું આ એકમાત્ર મુદ્દો છે?

  નવા કાયદા હેઠળ, વેપારીઓને કોઈ પણ ચાર્જની ચૂકવણી કરવાની જરૂર નથી. ખેડૂતોને ડર છે કે રાજ્ય સરકારો દ્વારા વેપારીઓ માટે કોઈ ચાર્જ કે મોનિટરિંગ વગર બજારોને મુક્ત કરી દેવા પારંપરિક બજારોને તોડી દેશે.

  પૂરો આર્ટિકલ વાંચવા માટે ક્લિક કરો...
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Farmer Protest, MSP, કૃષિ, મોદી સરકાર

  આગામી સમાચાર