મહેન્દ્રસિંહ ધોનીના માતાપિતા કોરોના સંક્રમિત, રાંચીની હૉસ્પિટલમાં દાખલ

મહેન્દ્રસિંહ ધોનીના માતાપિતા કોરોના સંક્રમિત, રાંચીની હૉસ્પિટલમાં દાખલ
પરિવાર સાથે ધોની.

મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમના સારવાર માટે રાંચીની પલ્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ (Pulse super speciality hospital-Ranchi)માં દાખલ કરવામાં આવ્યા છે.

 • Share this:
  રાંચી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ના માતાપિતા કોરોના સંક્રમિત થયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમના સારવાર માટે રાંચીની પલ્સ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ (Pulse super speciality hospital-Ranchi)માં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ધોનીના પિતા પાનસિંહ અને તેમના માતા દેવિકા દેવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona report) આવ્યા બાદ તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

  મહેન્દ્રસિંહ ધોની હાલ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બની ગયું છે. આ કારણ સરકાર લૉકડાઉનની જાહેરાત પણ કરી ચૂકી છે.  આ પણ વાંચો:  દેશમાં પ્રથમ વખત કોરોનાથી એક જ દિવસમાં 2020 લોકોનાં મોત, આશરે ત્રણ લાખ નવા કેસ નોંધાયા

  ઝારખંડમાં કોરોનાની સ્થિતિ:

  ઝારખંડમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,71,315 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 5,080 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધી કુલ 1,37,590 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 2,334 લોકો સાજા થયા છે. કોરોનાથી ઝારખંડમાં અત્યારસુધી કુલ 1,547 લોકોનાં મોત થયા છે. ચેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાં 45 લોકોનાં મોત થયા છે.

  આ પણ વાંચો: અમદાવાદ: સોલા સિવિલમાં દર્દીઓના સ્વજનો માટે એરકૂલરની સુવિધાવાળો ડોમ બનાવાયો

  દેશમાં પ્રથમ વખત કોરોનાથી એક જ દિવસમાં 2020 લોકોનાં મોત

  ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે (Coronavirus second wave) દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં એક જ દિવસમાં કોરોના વાચસના આશરે ત્રણ લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેસમાં પ્રથમ વખત કોરોનાથી 24 કલાકમાં જ 2020 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન 1.66 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોના વાયરસથી હાલ દેશમાં 1.56 કરોડ લોકો સંક્રમિત (Coronavirus India) થઈ ચૂક્યા છે. જેમાંથી 1.32 કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના વાયરસના કુલ મોત (Death)નો આંકડો 1.82 લાખને પાર થઈ ગયો છે. હાલ દેશમાં 21.50 લાખ સક્રિય દર્દીઓ છે.

  આ પણ વાંચો: રેમડેસિવીર ઇન્જેક્શનની શીશીમાં પાણી ભરીને 28,000 રૂપિયામાં વેચનારા બે ઝડપાયા

  દૈનિક મોતના કેસમાં ભારત ફરી એકવાર વિશ્વમાં ટોચ પર પહોંચી ગયું છે. બીજા નંબર પર બ્રાઝીલ અને ત્રીજા નંબર પર અમેરિકા છે. બ્રાઝીલમાં હાલ દૈનિક 1,500 લોકોનાં મોત થઈ રહ્યા છે. જ્યારે અમેરિકામાં દૈનિક 400-500 લોકોનાં મોત થઈ રહ્યા છે. મંગળવારે ભારતમાં 2020 લોકોનાં મોત થયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 21, 2021, 10:28 am

  ટૉપ ન્યૂઝ