નોન વેજના શોખિનો માટે સારા સમાચાર છે. દેશભરમાં કાળા રંગના લો કેલરી કડકનાથ મૂર્ગાની માંગને જોતા મધ્ય પ્રદેશ શિવરાજ સરકારે MPKadakNath નામથી મોબાઈલ એપ શરૂ કરી છે.
ભોપાલમાં સહકારી મંત્રી વિશ્વાસ સારંગે એપની લોન્ચિંગ કરી જે એન્ડ્રોઈડ મોબાઈલ પર ઉપલબ્ધ હશે. આ એપની ખાસિયત તે છે કે, દેશમાં ક્યાંય પણ કડકનાથ મુર્ગો મંગાવી શકાશે. ખેડૂતોની સહકારી મંડળીઓમાં કડકનાથ કેટલી સંખ્યામાં ઉપલબ્ધ છે, જેની જાણકારી પણ એપ પર જોવા મળશે.
કડકનાથમાં સૌથી મુખ્ય વાત તેની પોષ્ટિકતા અને સ્વાદ છે. જો તમે પોષ્ટિક તત્વની તુલના કરો તો પ્રોટીન કડકનાથમાં 28-27 ટકા હોય છે. સામાન્ય ચિકનમાં 18થી 20 ટકા હોય છે. ફેટની માત્રા પણ ઓછી હોય છે. આમ સામાન્ય ચિકનમાં ફેટની માત્રા વધુ હોય છે. કડકનાથની ખાસિયત જ તે છે કે, ચિકન પણ ખાવા મળી જશે અને ફેટની પણ ચિંતા રહેશે નહી. કોલેસ્ટ્રોલ પણ સામાન્ય મૂર્ગઓ કરતાં ઓછું હોય છે. - વિશ્વાસ સારંગ સહકારી મંત્રી
એમપીના આદિવાસી ઝાબૂઆ અને અલીરાજપૂર જિલ્લામાં કાળા રંગના કડકનાથ મૂર્ગો મળે છે, જેના વિશે કહેવામાં આવે છે કે, આનું ચિકન સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે વધારે પોષ્ટિક અને ઓછા ફેટવાળો હોય છે. કડકનાથની માંગ વધારે હોવાના કારણે અને તેની પોષ્ટ્રિકતાના કારણે તેનો ભાવ પણ ખુબ જ છે, આનો એક કિલોનો ભાવ 900થી 1000 રૂપિયાની વચ્ચે છે, જ્યારે આનો ઈંડો પણ 50 રૂપિયામાં વેચવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર