ભાજપને માત્ર 'બહેરા-મુંગા' દલિતો જ જોઇએ છે: ઉદિત રાજ

News18 Gujarati
Updated: May 8, 2019, 1:43 PM IST
ભાજપને માત્ર 'બહેરા-મુંગા' દલિતો જ જોઇએ છે: ઉદિત રાજ
ઉદિત રાજ

ઉદિત રાજે બિહારની નિતિશ કુમારની સરકાર પર પણ આક્ષેપ કર્યો અને કહ્યું કે, મોદીની જેમ નિતિશ કુમારની સરકાર પણ દલિત વિરોધી છે.

  • Share this:
ન્યૂ દિલ્હી: તાજેતરમાં ભાજપમાં ટિકિટ ન મળતાં કોંગ્રેસમાં જોડાયેલા દલિત નેતા ઉદિત રાજે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપને માત્ર બહેરા અને મુંગા દલિતો જ જોઇએ છે..

ઉદિત રાજને ભાજપને ટિકિટ ન આપતા તે કોંગ્રેસમાં જોડાય ગયા હતા.
ઉદિત રાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને દલિત વિરોધી સરકાર કહી અને કહ્યું કે, મોદી સરકાર પછાત વર્ગો વિરોધી સરકાર છે.

“ભારતીય જનતા પાર્ટી એવા દલિત નેતાઓ ઇચ્છે કે, જેઓ બહેરા અને મુંગા હોય અને કોઇ મુદ્દા પર કોઇ અવાજ ન ઉઠાવે,” ઉદિત રાજે આક્ષેપ કરતા કહ્યું.

કોંગ્રેસ પાર્ટીની ઓફિસે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જો દલિતો સ્વાભિમાન પૂર્વક જીવન જીવવા માંગતા હોય તો, તેમણે કોંગ્રેસ, આરજેડી અને તેમના સહયોગી દળોને મત આપવો જોઇએ. જે દલિતો ભાજપને મત આપશે તેઓ તેમની ભવિષ્યની પેઢીને જોખમમાં મૂકશે.”.

ઉદિત રાજ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠકનાં ચાલુ સાંસદ છે.કોંગ્રેસ નેતાએ એવો પણ દાવો કર્યો કે, રામ કોવિંદને ભાજપે રાષ્ટ્રપતિ બનાવ્યા. કેમ કે, તેમણે પાર્ટીમાં અવાજ ઉઠાવ્યો નહીં. પણ તેમણે સરકાર વિરુદ્ધ સંસદમાં પણ અવાજ ઉઠાવ્યો.

ઉદિત રાજે બિહારની નિતિશ કુમારની સરકાર પર પણ આક્ષેપ કર્યો અને કહ્યું કે, મોદીની જેમ નિતિશ કુમારની સરકાર પણ દલિત વિરોધી છે.
First published: May 8, 2019, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading