મધ્યપ્રદેશના બે જોડકા બાળકોનું અપહરણ બાદ હત્યાની ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ બંને બાળકોના શબ ઉત્તર પ્રદેશના બાંદાથી મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ 20 લાખ રૂપિયાની ખંડણી લીધા બાદ પણ અપહરણકર્તાઓએ બાળકોની હત્યા કરી દીધી અને તેમના શબ યમુનામાં ફેંકી દીધા. આ મામલામાં પોલીસે 6 અપહરણકર્તાઓની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, 12 ફેબ્રુઆરીએ બંને બાળકો પ્રિયાંશ અને શ્રેયાંશ ચિત્રકૂટ સ્થિત સદગુરુ પબ્લિક સ્કૂલથી બસમાં બેસી ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન બંને બાળકોનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણકર્તાઓએ બાળકોના વેપારી પિતા પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
પોલીસે જાણકારી આપી છે કે પિતાએ આ મામલાની જાણ કર્યા વગર 20 લાખ રૂપિયા અપહરણકર્તાઓને આપી પણ દીધા હતા. ડીજીપીએ કહ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે મામલો અને હત્યારાઓને ફાંસી અપાવશે.
મળતી માહિતી મુજબ, અપહરણકર્તાઓએ બાળકોને પૂછ્યું કે અમને ઓળખી લેશો, તેની પર બાળકોએ હા કહ્યું. ત્યારબાદ અપહરણકર્તાઓએ બંને બાળકોના હાથ-પગ બાંધી યમુનામાં ફેંકી દીધા.
ચિત્રકૂટના નગાગાંવ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પી. ત્રિપાઠીએ કહ્યું કે, જોડકા ભાઈઓના શબ ઉત્તર પ્રદેશમાં બાંદા જિલ્લાના બબેરુ ગામની પાસે યમુના નદીમાં શનિવાર મોડી રાત્રે પાણીમાં તરતા મળ્યા. બાળકોના શબ મળ્યા બાદ આક્રોશિત લોકોએ સતના જિલ્લાના ચિત્રકૂટમાં પ્રદર્શન શરૂ કરી દીધું જેથી દબાણ વધતાં પોલીસુ ઝડપી કાર્યવાહી કરી.
પોલીસે બંને બાળકોના અપહરણ બાદ હત્યા મામલામાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસ આ મામલામાં જે લોકોની ધરપકડ કરી છે તેમના વિશે જણાવ્યું કે આ લોકો પ્રોફેશનલ અપરાધી નથી પરંતુ ટૂંકા સમયમાં પૈસા કમાવવાની લાલચમાં શોર્ટકટ અપનાવનારા સંપન્ન ઘરોના સંતાનો છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક સ્કૂલના સુરક્ષા ગાર્ડનો દીકરો, એક બાળકોને ટ્યૂશન ભણાવતો છોકરો, એક બીટેકનો સ્ટુડન્ટ અને એક પુરોહિતનો દીકરો સામેલ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર