મધ્ય પ્રદેશમાં પણ ‘લવ જેહાદ’ કાયદો- ધાર્મિક સ્વતંત્રતા અધ્યાદેશને કેબિનેટની મંજૂરી, 10 વર્ષ કેદની જોગવાઈ

ધર્મ છુપાવીને અથવા ખોટો અભિનય કરીને અધિનિયમની વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવવા પર કડક સજાની જોગવાઈ- શિવરાજ સિંહ ચૌહાણ

ધર્મ છુપાવીને અથવા ખોટો અભિનય કરીને અધિનિયમની વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવવા પર કડક સજાની જોગવાઈ- શિવરાજ સિંહ ચૌહાણ

 • Share this:
  અનુરાગ શ્રીવાસ્તવ, ભોપાલઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ની સરકારે લવ જેહાદ (Love Jihad)ને રોકવા માટે કડક કાયદો ‘ધર્મ સ્વતંત્ર વિધેયક’ને અધ્યાદેશ તરીકે લાગુ કરવાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટમાં સર્વસંમતિ બાદ આ મંજૂરી આપવામાં આવી છે. હવે અધ્યાદેશ (Ordinance)ને મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવશે. રાજ્યપાલની મંજૂરી બાદ કાયદો લાગુ થશે. કાયદા હેઠળ કાવતરું ઘડીને ધર્માંતરણ કરનારા લોકોની વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી થશે. મહત્તમ 10 વર્ષ સુધીની સજા થશે અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

  મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ કેબિનેટની બેઠકમાં વિધેયકના મુસદ્દાની જાણકારી આપી. શિવરાજે કેબિનેટમાં વર્ષ 2020ને ઉથલ પાથલવાળું વર્ષ ગણાવ્યું. તેઓએ નવા વર્ષમાં નવી આશાઓની સાથે શરૂઆત કરવાની વાત કહી. 2021માં નવા ઉમંગ અને ઉત્સાહની સાથે શરૂઆત થશે. કેબિનેટમાં સપ્લીમેન્ટ્રી બજેટ અધ્યાદેશને પણ મંજૂરી આપવામાં આવી છે. તેને પણ રાજ્યપાલની પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.

  આ પણ વાંચો, હિમાચલમાં બરફવર્ષાઃ 2 હાઇવે સહિત 401 રોડ બંધ, મનાલી સહિત 7 સ્થળે પારો માઇનસથી નીચે

  કેબિનેટની બેઠક બાદ શિવરાજ સિંહે નિવેદન આપતા કહ્યું કે, ધર્મ છુપાવીને અથવા ખોટો અભિનય કરીને અધિનિયમની વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવવા પર કડક સજાની જોગવાઈ છે. એક જ સમયમાં બે કે બેથી વધુ લોકોનું સામૂહિક ધર્મ પરિવર્તન કરવા પર 5 વર્ષ - 10 વર્ષ જેલની સજા અને ઓછામાં ઓછો એક લાખ રૂપિયાનો દંડ થશે.

  ઉત્તર પ્રદેશની જેમ લાવવામાં આવ્યો અધ્યાદેશ

  આ અધ્યાદેશ કેટલેક અંશે ગત મહિને ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા અધિસૂચિત ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ પરિવર્તન પ્રતિષેધ અધ્યાદેશ-2020 જેવો છે. કારણ કે તેમાં પણ બળજબરીથી ધર્માંતરણ કરાવનારા માટે મહત્તમ 10 વર્ષ જેલની જોગવાઈ છે.

  આ પણ વાંચો, કોરોના વાયરસના નવા સ્ટ્રેનની ભારતમાં પણ એન્ટ્રી, UKથી આવેલા 6 લોકો સંક્રમિત

  આ અધ્યાદેશ આવ્યા બાદ હવે કોઈ પણ વ્યક્તિ બીજાને પ્રલોભન, ધમકી કે બળપૂર્વક લગ્નના નામે અથવા અન્ય કપટપૂર્ણ રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તેનું ધર્મ પરિવર્તન કે ધર્મ પરિવર્તનનો પ્રયાસ નહીં કરી શકે. ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ ધર્મ પરિવર્તનનું કાવતરું નહીં ઘડી શકે.
  Published by:Mrunal Bhojak
  First published: