મધ્ય પ્રદેશ : થપ્પડકાંડમાં 650 લોકો સામે ફરિયાદ, બે બીજેપી કાર્યકરો સામે અલગથી ફરિયાદ

News18 Gujarati
Updated: January 20, 2020, 12:41 PM IST
મધ્ય પ્રદેશ : થપ્પડકાંડમાં 650 લોકો સામે ફરિયાદ, બે બીજેપી કાર્યકરો સામે અલગથી ફરિયાદ
વીડિયો પરથી લેવાયેલી તસવીર.

પોલીસે આ મામલે 650 લોકો સામે કલમ 144ના ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. જ્યારે આ મામલે બીજેપીના બે કાર્યકરો વચ્ચે અલગથી કેસ નોંધવામાં આવ્યો છે.

  • Share this:
મનોજ શર્મા : મધ્ય પ્રદેશના રાજગઢ (Rajgarh) જિલ્લામાં ડેપ્યૂટી કલેક્ટર પ્રિયા વર્મા સાથે થયેલા અભદ્ર વર્તન મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ મામલે 650 લોકો સામે કલમ 144ના ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. જ્યારે આ મામલે બીજેપીના બે કાર્યકરો વચ્ચે અલગથી કેસ નોંધવામાં આવ્યો છે.

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે રાજગઢમાં ડેપ્યૂટી કલેક્ટર પ્રિયા વર્માની બીજેપી કાર્યકરો સાથે CAAના સમર્થનમાં દેખાવો દરમિયાન ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન કલેક્ટર નિધિ નિવેદિતા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે પણ અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રાજગઢમાં સીએએના સમર્થનમાં બીજેપીએ રેલી કાઢી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે કલેક્ટર નિધિ પ્રિયા અને ડેપ્યૂટી કલેક્ટર પ્રિયા વર્મા પહોંચ્યાં હતાં. રેલી રોકવા દરમિયાન અધિકારીઓ અને દેખાવકારો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં અધિકારીઓ સાથે અયોગ્ય વર્તન થઈ રહ્યું હોવાનું જોઈ શકાય છે.

વીડિયોગ્રાફીના આધારે કેસ દાખલ

વીડિયોગ્રાફીના આધારે પોલીસે 650 લોકો સામે કલમ 144 તોડવાનો તેમજ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ ઉભી કરવાનો કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જેમાંથી 150 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે, બાકીના 500 લોકોની હજી સુધી ઓળખ થઈ નથી.

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરામાં સીએએના સમર્થનમાં બીજેપીને એક રેલી નીકળી હતી. આ દરમિયાન ડેપ્યૂટી કલેક્ટર નિધિ વર્મા અને બીજેપી નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન દેખાવકારો અને ડેપ્યૂટી કલેક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

કાર્યકરોના સમર્થનમાં ઉતર્યા શિવરાજસિંહ

ઘટના પછી મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. પૂર્વ સીએમએ ઘટના બાદ એક ટ્વિટ કર્યું હતું. પોતાના ટ્વિટમાં તેમણે પ્રદેશ સરકારને સવાલો પૂછ્યા હતા. ચૌહાણે ટ્વિટ કરીને કહ્યુ કે, 'આ લોકતંત્ર માટે કાળો દિવસ છે. કલેક્ટરે હાથમાં ત્રિરંગા સાથે ભારત માતાની જયના નારા લગાવતા લોકોને થપ્પડ મારી હતી. અમે આ કોઈ પણ કિંમતે સહન નહીં કરીએ. શું મુખ્યમંત્રી કમલનાથે સીએમને આવું કરવાનો આદેશ આપ્યો હતો.'
First published: January 20, 2020
વધુ વાંચો
अगली ख़बर