MP: એવું તો શું થયું કે, પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓને કપડાં કાઢવાનું કહી દીધુ, નોંધાયો ગુનો

પ્રતિકાત્મક તસવીર

MP news: આરોપી પ્રિન્સિપાલ સામે પોક્સો એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

  • Share this:
    શિક્ષકનો વ્યવસાય ખૂબ આદર્શ મૂલ્યોનો છે. પરંતુ કેટલીક વાર અમુક ઘટનાઓ આ વ્યવસાયની પણ મજાક ઉડાવે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીંની સરકારી સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીને સ્કૂલનો યુનિફોર્મ ન પહેરવા બદલ ગંદી વાત કહી દેતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

    ગણવેશ ન પહેરવા  બદલ શાળાના પ્રિન્સિપાલ ઉશ્કેરાયા

    આરોપી પ્રિન્સિપાલનું નામ રાધેશ્યામ માલવિયા છે. તેની ઉંમર લગભગ 50 વર્ષની છે.કેટલીક વિદ્યાર્થિનીઓએ સ્કૂલનો યુનિફોર્મ પહેર્યો ન હતો, ત્યારે તે તેમના પર પ્રિન્સિપાલ ગુસ્સે થયા હતા અને તેની સામે ખરાબ વાતો કરી હતી. પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ચેતવણી આપી હતી કે, બીજી વાર સ્કૂલ યુનિફોર્મ પહેરીને જ શાળાએ આવે.

    પ્રિન્સિપાલે છાત્રાઓને આવું કહ્યું

    છાત્રાઓએ કહ્યું કે, ગણવેશ હજી સિવાયો ન હોવાથી તેઓ ગણવેશ વિના શાળાએ આવી હતી અને સોમવારથી પહેરીને જ આવશે તેવી ખાતરી પણ આપી હતી. પણ પ્રિન્સિપાલ ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું હતું કે, આના કરતા તો કપડાં ઉતારી દીધા હોત તો સારું થાત. પ્રિન્સિપાલે છાત્રાઓના ટૂંકા કપડાં પહેરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી પ્રિન્સિપાલે એમ પણ કહ્યું હતું કે, આવા કપડાં પહેરેલી છોકરીઓ છોકરાઓને બગાડે છે.

    પોલીસે આરોપી સામે કરી કડક કાર્યવાહી

    આ ઘટના રાજગઢના મછલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બની હતી. સબ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર અજનારે જણાવ્યું હતું કે, આરોપી પ્રિન્સિપાલ સામે પોક્સો એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણેય વિદ્યાર્થિનીઓનું નિવેદન કોર્ટમાં નોંધવામાં આવશે. પોલીસની ટીમ પ્રિન્સિપાલની ધરપકડ કરવા તેના ઘરે ગઈ હતી પરંતુ કેસ નોંધવામાં આવ્યો ત્યારથી તે ફરાર છે.

    આ બાબતે રાજગઢના જિલ્લા શિક્ષણાધિકારી બીએસ બિસોરિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી છે. તેની સામે મછલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ આચાર્ય સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની ટીમ પણ ફરાર પ્રિન્સિપાલની શોધખોળમાં છે. આ કેસમાં સંબંધિત લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.
    First published: