કમલનાથ પર શિવરાજ વરસ્યા- કૉંગ્રેસ પાર્ટી અહંકારથી ભરેલી, માફી માંગવાને બદલે બચાવવાનો પ્રયાસ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ કમલનાથ, સોનિયા ગાંધી અને કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.

કમલનાથ દ્વારા બીજેપી ઉમેદવાર ઈમરતી દેવીને 'આઇટમ' કહેવા પર બીજેપી પૂરી તાકાતથી હુમલાઓ કરી રહી છે

 • Share this:
  ઈન્દોરઃ શિવરાજ કેબિનેટમાં મંત્રી ઈમરતી દેવી (Imrati Devi) પર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ (Kamal Nath)ના નિવેદનને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. હવે કૉંગ્રેસને છોડીને બીજેપીમાં જોડાયેલા દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) કમલનાથાના નિવેદનના વિરોધમાં ઈન્દોરમાં મૌન ધરણા પર બેઠા છે. નોંધનીય છે કે કમલનાથે ઈમરતી દેવીને ‘આઇટમ’ કહી દીધા હતા. ત્યારબાદથી જ ચૂંટણી સમયમાં બીજેપી કમલનાથ અને કૉંગ્રેસ પાર્ટી પર હુમલાઓ કરી રહી છે. આ મામલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ કમલનાથ, સોનિયા ગાંધી અને કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.

  મળતી જાણકારી મુજબ, કમલનાથ દ્વારા બીજેપી ઉમેદવાર ઈમરતી દેવીને આઇટમ કહેવા પર બીજેપી પૂરી તાકાતથી હુમલાઓ કરી રહી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણથી લઈને તમામ મોટા નેતાઓએ કમલનાથના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. બીજી તરફ, આ નિવેદનને લઈ બીજેપી રાજ્યભરમાં મૌન વ્રત પર છે. ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ અને ગ્વાલિયરમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ બીડી શર્મા મૌન વ્રત પર છે.

  શિવરાજે તાક્યું કૉંગ્રેસ પર નિશાન

  શિવરાજ સિંહે સોનિયા ગાંધીને ઉદ્દેશીને નિવેદન આપ્યું કે, મેડમ સોનિયા ગાંધી, તમારી પાર્ટીના નેતા જેઓ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, તેમનું આવું નિવેદન યોગ્ય છે? શું ગરીબ મહિલાઓનું કોઈ સન્માન નથી? મેડમ જો તમે માનતા હોય કે કમલનાથની કોમેન્ટ ખરાબ છે તો તેમની સામે એક્શન લેશો? હું તમને પત્ર લખી રહ્યો છું, તમે નિર્ણય લેજો.

  આ પણ વાંચો, ભારતીય મૂળની 14 વર્ષીય અનિકાની સિદ્ધિ, તેની શોધ ખોલી શકે છે કોરોનાની સારવારમાં નવો માર્ગ

  શિવરાજ સિંહે સોનિયા ગાંધીને લખ્યો પત્ર

  પોતાની વાતના અનુસંધાનમાં શિવરાજ સિંહ ચૌહાણે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યું છે. તેઓએ પત્રમાં કમલનાથને પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી હટાવવા અને તેમના નિવેદનની આકરી ટીકા કરવાની માંગ કરી છે. શિવરાજ સિંહે પત્રમાં વધુમાં લખ્યું છે કે જો તમે આની પ્રતિક્રિયા નહીં આપો તો અમે એવું માની લઈશું કે તમે આ નિવેદનનું અને કમલનાથનું સમર્થન કરો છો.

  આ પણ વાંચો, શું હકીકતમાં ભારતમાં ચાર મહિનામાં કન્ટ્રોલમાં આવી જશે કોરોના? જાણો 7 અગત્યની વાતો

  ચૂંટણી પંચને પણ ફરિયાદ કરાઈ

  કમલનાથની ટિપ્પણીને લઈ બીજેપી ચૂંટણી પંચને પણ ફરિયાદ કરશી ચૂકી છે. બીજેપીએ ચૂંટણી પંચને માંગણી કરી છે કે આ ટિપ્પણી બાદ કમલનાથને પ્રચાર કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવવામાં આવે. કૉંગ્રેસ નેતાઓ તરફથી પણ હવે કમલનાથના નિવેદનને લઈ પ્રતિક્રિયા આવી રહી છે. કૉંગ્રેસનું કહેવું છે કે કમલનાથે ઇમરતી દેવીનું નામ નથી લીધું. બીજેપી પેટાચૂંટણીમાં ગંદું રાજકારણ રમી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: