MPનો સત્તા સંગ્રામ : સિંધિયા સમર્થક 12 MLA બીજેપીમાં જવા તૈયાર નથી, કહ્યું- અમે મહારાજ માટે આવ્યા હતા

કૉંગ્રેસના 12 બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે, અમે મહારાજ (જ્યોતિરાદિત્ય સિંધિયા) માટે આવ્યા હતા, બીજેપીમાં જોડાવા માટે નહીં

કૉંગ્રેસના 12 બળવાખોર ધારાસભ્યોનું કહેવું છે કે, અમે મહારાજ (જ્યોતિરાદિત્ય સિંધિયા) માટે આવ્યા હતા, બીજેપીમાં જોડાવા માટે નહીં

 • Share this:
  ભોપાલ : મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (Madhya Pradesh Political Crisis)ની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બેંગલુરુ ગયેલા ધારાસભ્યોમાંથી 12 ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જવાથી ઇન્કાર કરી દીધો છે. સૂત્રો મુજબ, બેંગલુરુ પહોંચેલા 10 ધારાસભ્ય અને બે મંત્રી બીજેપીમાં જવા માટે તૈયાર નથી. મળતી જાણકારી મુજબ, સિંધિયા સમર્થક 19 ધારાસભ્યોને બેંગલુરુમાં રાખવામાં આવ્યા છે. રાજકીય સંકટ વચ્ચે મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર (Kamalnath Government) પર સંકટના વાદળો ઘેરાયેલાં છે. જોકે, કૉંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા સતત બહુમત તેમની પાસે હોવાનો દાવો કરી રહ્યા છે. તેની સાથે જ ફ્લોર ટેસ્ટ (Floor Test)માં બહુમત પુરવાર કરવાની વાત પણ કહી રહ્યા છે.

  19 બળવાખોર ધારાસભ્યોને બેંગલુરુમાં મોકલાયા

  જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) અને કૉંગ્રેસ નેતૃત્વની વચ્ચે કલહ વધવાની સાથે જ મધ્ય પ્રદેશમાં સત્તારૂઢ પાર્ટીમાં તિરાડ અને બળવાના અણસાર વધી ગયા હતા. અંતે પાર્ટીમાં તિરાડ સાર્વજનિક પણ થઈ ગઈ. આ રાજકીય તોડફોડની વચ્ચે સિંધિયા સમર્થક 19 ધારાસભ્યોને બેંગલુરુ મોકલવામાં આવ્યા જેથી તેમને કોઈ તોડી ન શકે. સૂત્રોનું કહેવું છે કે હવે તેમાંથી જ 12 ધારાસભ્યોએ બીજેપીમાં જવાનો ઇન્કાર કરી દીધો છે. આ ધારાસભ્યોનું કહેવું છે કે મહારાજ (જ્યોતિરાદિત્ય સિંધિયા) માટે આવ્યા હતા, બીજેપીમાં જોડાવા માટે નહીં. બળવાખોર ધારાસભ્યોના આ વલણથી મધ્ય પ્રદેશની રાજનીતિ નવો વળાંક લઈ શકે છે.

  આ પણ વાંચો, MPના 'ઑપરેશન લોટસ'માં BJPના આ મુસ્લિમ નેતાની મહત્વની ભૂમિકા, સિંધિયાના બન્યા સારથી

  શોભા ઓઝાએ કર્યો હતો આવો દાવો

  આ પહેલા કૉંગ્રેસની વરિષ્ઠ નેતા શોભા ઓઝાએ ખૂબ મહત્વપૂર્ણ દાવો કર્યો હતો. તેઓએ દાવો કર્યો હતો કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે બેંગલુરુ ગયેલા તમામ ધારાસભ્યો સાથે વાત કરી છે. કૉંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી કમલનાથે તમામ 19 બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરી છે. મુખ્યમંત્રીએ ધારાસભ્યોને કહ્યું કે તેઓ કેમ ફરી ચૂંટણી લડીને પોતાનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે. આ દરમિયાન, કમલનાથના દીકરા નકુલનાથે દાવો કર્યો કે બળવાખોર તમામ ધારાસભ્ય ટૂંક સમયમાં પરત આવશે. તેઓએ કમલનાથ સરકારને કોઈ પ્રકારનું સંકટ ન હોવાની વાત કરી છે.

  (રિપોર્ટ : મનોજ)

  આ પણ વાંચો, MP રાજકીય સંગ્રામ : કમલનાથ પોતાના ધારાસભ્યોને જયપુર મોકલવાની તૈયારીમાં
  Published by:Mrunal Bhojak
  First published: