MP રાજકીય સંકટ : બીજેપીને હવે પોતાના ધારાસભ્યોની ચિંતા, દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે

News18 Gujarati
Updated: March 10, 2020, 11:15 PM IST
MP રાજકીય સંકટ : બીજેપીને હવે પોતાના ધારાસભ્યોની ચિંતા, દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા મધ્ય પ્રદેશમાં રાજનીતિ સંકટ ઉભું થયું છે

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા મધ્ય પ્રદેશમાં રાજનીતિ સંકટ ઉભું થયું છે

  • Share this:
નવી દિલ્હી : જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) રાજનીતિ સંકટ ઉભું થયું છે. કમલનાથ સરકાર સંકટમાં આવી ગઈ છે. સૂત્રોના મતે જ્યોતિરાદિત્ય સિંધિયા કાલે (બુધવારે) અથવા 12મી માર્ચના રોજ બીજેપીમાં જોડાશે. બુધવારે શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં બીજેપીની સદસ્યતા લેશે. શિવરાજ સિંહ હાલ ભોપાલમાં છે.

બીજેપીને હવે પોતાના ધારાસભ્યોની ચિંતા થઈ રહી છે. આ કારણે બીજેપીએ પોતાના ધારાસભ્યોને દિલ્હી મોકલવાનો નિર્ણય કર્યો છે. બધા ધારાસભ્યોને બસમાં દિલ્હી લઈ જવામાં આવ્યા છે. ધારાસભ્ય વિજય શાહે કહ્યું હતું કે અમે બેંગલુરુ કે દિલ્હી જઈ રહ્યા છીએ.

પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ સહિત બીજેપીના ઘણા મોટા નેતાએ બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક માં ભાગ લીધો હતો. આ બેઠકમાં રાજ્યસભાના ઉમેદવારોના નામ  પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી.

બીજી તરફ બેંગલુરુમાં રોકાયેલા જ્યોતિરાધિત્ય સિંધિયા સમર્થક ધારાસભ્યો અને મંત્રીઓને સુરક્ષાના ચિંતા સતાવી રહી છે. કર્ણાટકના આ નેતાઓએ ડીજીપી અને પોલીસના આઈજીને એક ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં તેમણે બેંગલુર અને આસપાસના વિસ્તારોમાં આવનાર ક્રમમાં સુરક્ષા આપવાની માંગણી કરી છે. આ નેતાઓએ પોલીસના આલાઅધિકારીથી સ્થાનિક પોલીસમાં સુરક્ષા અને એસ્કોર્ટ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી છે.

આ ચિઠ્ઠીમાં ત્યાં હાજર રહેલા કોંગ્રેસી નેતાઓ (એમપી અને એમએલએ સહિત)એ સિગ્નેચર કર્યા છે. તેમણે પોલીસને એ પણ જાણકારી આપી છે કે કર્ણાટકમાં તે સ્વચ્છાથી કશુંક મહત્વપૂર્ણ કામ માટે ઉપસ્થિત છે. કર્ણાટક પોલીસે બધા ધારાસભ્યોને સુરક્ષા આપી છે. જાણકારી મળી રહી છે કે તેમને બીજા રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - સિંધિયાના રાજીનામાંથી મધ્ય પ્રદેશમાં પડી જશે કમલનાથ સરકાર? જાણો નંબર ગેમમુખ્યમંત્રી કમલનાથ (Kamalnath)થી નારાજ સિંધિયાએ જાતે જ ટ્વિટ કરીને પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. સિંધિંયાના રાજીનામા પછી તેમના સમર્થક મનાતા 20 ધારાસભ્યોએ રાજ્યપાલને રાજીનામું મોકલી આપ્યું છે. આ દરમિયાન સપા અને બસપાના એક-એક ધારાસભ્યે શિવરાજ સિંહ ચૌહાણના ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. રિપોર્ટ છે કે આ બંને પણ બીજેપીમાં સામેલ થઈ શકે છે.
First published: March 10, 2020, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading