Home /News /national-international /અડધી રાત્રે કમલનાથને મળ્યો રાજ્યપાલનો પત્ર : તમારી સરકાર લઘુમતીમાં, સોમવારે બહુમત સાબિત કરો

અડધી રાત્રે કમલનાથને મળ્યો રાજ્યપાલનો પત્ર : તમારી સરકાર લઘુમતીમાં, સોમવારે બહુમત સાબિત કરો

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને કમલનાથને પત્રમાં લખ્યું કે, પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે કે સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને કમલનાથને પત્રમાં લખ્યું કે, પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે કે સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે

ભોપાલ : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના રાજ્યપાલ લાલજી ટંડન (Lalji Tondon)એ મુખ્યમંત્રી કમલનાથ (CM Kamalnath)ને વિધાનસભા ગૃહમાં બુહમત સાબિત (Floor Test) કરવાનો નિર્દેશ આપ્યો છે. તેની સાથે રાજ્યમાં રાજકીય ચહલપહલ ફરી એકવાર વધી ગઈ છે. લગભગ અડધી રાત્રે રાજભવને આ બાબતનો એક પત્ર રાજ્યના મુખ્યમંત્રી અને કૉંગ્રેસ નેતા કમલનાથને મોકલ્યો છે.

રાજભવનથી મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્ર મુજબ, રાજ્યપાલે મુખ્યમંત્રીને કહ્યું કે મધ્ય પ્રદેશની હાલની ઘટનાઓથી તેમને પ્રથમ દૃષ્ટિએ પ્રતીય થાય છે કે તેમની સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે અને આ સરકાર હવે લઘુમતીમાં આવી ગઈ છે. રાજ્યપાલે કહ્યું કે આ સ્થિત અત્યંત ગંભીર છે અને મુખ્યમંત્રી કમલનાથ 16 માર્ચે ગૃહમાં બહુમત સાબિત કરે. બીજી તરફ અહેવાલ છે કે કૉંગ્રેસ (Congress) રાજ્યપાલના આ નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઈ શકે છે.

અડધી રાત્રે આવ્યો રાજ્યપાલનો પત્ર

આ પત્રમાં રાજ્યપાલ લાલજી ટંડને મધ્ય પ્રદેશના હાલના રાજકીય ઘટનાક્રમની તમામ વિગત આપી છે અને મુખ્યમંત્રી કમલનાથને ગૃહમાં વિશ્વાસમત પુરવાર કરવા માટે કહ્યું છે. રાજ્યપાલે પોતાના પત્રમાં લખ્યું છે કે, મને જાણકારી છે કે 22 ધારાસભ્યોએ મધ્ય પ્રદેશના વિધાનસભા સ્પીકરોને પોતાના રાજીનામાં સોંપી દીધા છે. તેઓએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ તેની જાણકારી આપી છે. મેં આ બાબતે મીડિયા કવરેજ પણ જોયું છે.

રાજ્યપાલે કહ્યું છે કે, બંધારણના આર્ટિકલ 174 અને 175(2)માં સૂચિત બંધારણીય શક્તિઓનો પ્રયોગ કરતાં તેઓ નિર્દેશ આપે છે કે મધ્ય પ્રદેશનું વિધાનસભા સત્ર 16 માર્ચે તેમના અભિભાષણની સાથે શરૂ થશે. રાજ્યપાલે સ્પષ્ટ કહ્યું છે કે તેમના અભિભાષણના બાદ તરત જ ગૃહમાં જે એકમાત્ર કામ હશે તે વિશ્વાસ મત પર મતદાન હશે.

મત વિભાજનના આધારે થશે વિશ્વાસ મત

રાજ્યપાલ લાલજી ટંડને એવો પણ નિર્દેશ આપ્યો છે કે વિશ્વાસ મત વોટની વહેંચણી બટન દબાવાવીને થશે અને આ તમામ પ્રક્રિયાનું રેકોર્ડિંગ વિધાનસભા દ્વારા સ્વતંત્ર વ્યક્તિઓથી કરાવવામાં આવશે. રાજ્યપાલે કહ્યું કે ઉપરોક્ત કાર્યવાહીને કોઈ પણ સંજોગોમાં 16 માર્ચ 2020ના રોજ પૂરી કરવામાં આવશે. આ દરમિયાન ન સ્થગન થશે, ન વિલંબ અને ન તો પ્રક્રિયા નિલંબિત કરાશે.

આ પણ વાંચો, Inside Story: જ્યોતિરાદિત્યને રાહુલ ગાંધી સાથે જમવા લઈ ગયા હતા, છતાંય માન્યા નહીં!

કમલનાથ સરકાર લઘમુતીમાં

રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રીને લખ્યું છે કે તેઓએ પણ પોતાના 13 તારીખે લખેલા પત્રમાં વિશ્વાસ મત હાલ કરવાની સહમતિ આપી દીધી છે. તેઓએ કહ્યું કે વિધાનસભાના વિપક્ષી દળ બીજેપી (BJP)એ એક અરજી આપી છે અને તાજા ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે. રાજ્યપાલે કહ્યું કે બીજેપીએ એવું પણ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા રાજીનામા આપનારા અને અન્ય સભ્યો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે.

રાજ્યપાલે પત્રમાં વધું લખ્યું છે કે, મને પ્રથમ દૃષ્ટિએ વિશ્વાસ થઈ ગયો છે કે આપની સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવી દીધો છે અને આપની સરકાર લઘુમતીમાં છે. આ સ્થિતિ અત્યંત ગંભીર છે, તેની બંધારણીય રીતે અનિવાર્ય અને પ્રજાતાંત્રિક મૂલ્યોની રક્ષા માટે આવશ્યક થઈ ગયું છે કે 16 માર્ચ 2020ના રોજ મારા અભિભાષણ બાદ તરત જ તમે વિધાનસભામાં વિશ્વાસ મત હાસલ કરો.

આ પણ વાંચો, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે સરકારની મોટી જાહેરાત, આટલા ટકા વધ્યું મોંઘવારી ભથ્થું
First published: