ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હાહાકાર મચાવનારી ડાકુ સુંદરી સાધના પટેલની ધરપકડ

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હાહાકાર મચાવનારી ડાકુ સુંદરી સાધના પટેલની ધરપકડ
સાધના પટેલ.

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બોર્ડર વિસ્તારમાં આતંકનો પર્યાય બની ચુકેલી ડાકુ સુંદરી સાધના પટેલ (Bandit Beauty Sadhana Patel)ની ધરપકડ સાથે જ પોલીસે આ વિસ્તારમાં ડાકુઓની તમામ ગેંગનો સફાયો થયાનો દાવો કર્યો.

 • Share this:
  સતના : મધ્ય પ્રદેશ (Madhya Pradesh) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બોર્ડર વિસ્તારોમાં આતંકનું બીજું નામ એટલે ડાકુ સુંદરી સાધના પટેલ (Bandit Beauty Sadhana Patel). પોલીસે આતંકની પર્યાય બની ચુકેલી સાધના પટેલની ધરપકડ કરી લીધી છે. સાધના પટેલના માથા પર મધ્ય પ્રદેશ પોલીસ 10 હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. જ્યારે ઉત્તર પ્રદેશ પોલીસે સાધના પર 30 હજાર રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. સાધનાની ધરપકડ સાથે જ બંને રાજ્યના બોર્ડરના વિસ્તારોમાં ડાકુઓનો ડર ખતમ થઈ ગયો છે. પોલીસે સાધના પટેલ પાસેથી 315 બોરની રાઇફલ પણ જપ્ત કરી છે. મધ્ય પ્રદેશની સતના પોલીસે રવિવારે મઝિગવાં થાણાના કરિયન જંગલમાંથી સાધનાની ધરપકડ કરી હતી.

  તરાઇમાં એકમાત્ર ડાકુ ગેંગનો સફાયો  એમપી અને ઉત્તર પ્રદેશના બોર્ડર વિસ્તારમાં ડર ફેલાવનારી સાધના પટેલની ધરપકડ સાથે તરાઈ વિસ્તારમાં હવે ડાકુ ગેંગનો ખાત્મો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તરાઈ વિસ્તારમાં સાધના પટેલની એકમાત્ર ગેંગ બચી હતી. આ ગેંગ ધાડ પાડતી હતી. પોલીસે દાવો કર્યો છે કે સાધનાની ધરપકડ સાથે એકમાત્ર બચી ગયેલી ગેંગનો પણ સફાયો થયો છે. પોલીસે આશા વ્યક્ત કરી છે કે ડાકુ સુંદરી સાધના પટેલની ધરપકડ બાદ હવે આ વિસ્તારમાં લૂંટના બનાવો નહીં બને.  ઘણા સમયથી અંડરગ્રાઉન્ડ હતી સાધના

  પોલીસે પૂર્વમાં બબલી ગેંગનો સફાયો કરી દીધો હતો. જે બાદ ફક્ત સાધના પટેલની ગેંગ બચી હતી, જે પોલીસ પકડથી દૂર હતી. રવિવારે ડાકુ સંદરીની ધરપકડ સાથે જ આ ગેંગની મૂળિયા ઉખેડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સાધના પટેલ પર લૂંટ અને અપહરણના અસંખ્યા ગુના દાખલ છે. સાધના પટેલ બબલી ગેંગમાં સામેલ થવાની હતી, પરંતુ બબલી ગેંગના સફાયા બાદ તેણી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી.

  સતના પોલીસે સાધના પટેલને શોધવા માટે ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ઝાંસીમાં તપાસ કરી હી. અંતે સાધના પટેલનું ઠેકાણું સતનાના કરિયન જંગલમાં મળ્યું હતું. જે બાદ પોલીસે ખાસ પ્લાન બનાવીને સાધના પટેલને ઝડપી પાડી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:November 18, 2019, 10:01 am

  ટૉપ ન્યૂઝ