આનંદો! પ્રેમી યુગલોનાં રક્ષણ માટે MP પોલીસે બનાવ્યો ખાસ પ્લાન

News18 Gujarati
Updated: August 20, 2019, 5:36 PM IST
આનંદો! પ્રેમી યુગલોનાં રક્ષણ માટે MP પોલીસે બનાવ્યો ખાસ પ્લાન
પ્રતિકાત્મક તસવીર

પોલીસ મથકોમાં જ સૅફ હાઉસ બનાવવાનું આયોજન છે. મધ્ય પ્રદેશ પોલીસે આ મામલે ગૃહ રાજ્ય વિભાગને પ્રસ્તાવ મોકલી દીધો છે.

  • Share this:
મધ્ય પ્રદેશ પોલીસને રાજ્યમાં ખરાબ થઈ રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કરતા પ્રેમી યુગલોની વધારે ચિંતા છે! આ જ કારણે પોલીસ હવે પ્રેમી યુગલો માટે સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરી રહી છે. પોલીસ હેડક્વાર્ટરે પ્રેમી યુગલો માટે સુરક્ષિત ઘર બનાવવાનો પ્રસ્તાવ ગૃહ વિભાગને મોકલી દીધો છે. હવે આ અંગે મધ્ય પ્રદેશ સરકાર અંતિમ નિર્ણય કરશે.

કમલનાથ સરકાર પોલીસ હેડક્વાર્ટરના પ્રસ્તાવનો સ્વીકાર કરી લેશે તો બહુ ઝડપથી રાજ્યનાં દરેક જિલ્લામાં પ્રેમી યુગલોને સુરક્ષા પૂરી પાડવા માટે સૅફ હાઉસ બનાવવાનું કામ શરૂ થશે. આ પ્રસ્તાવમાં પોલીસ મથકમાં જ સૅફ હાઉસ બનાવવાનો પ્લાન છે. આ માટે ચાર માળનું બિલ્ડિંગ બનાવવામાં આવશે. જેનો સૅફ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવશે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરનો પોલીસ પોતાના કામ માટે ઉપયોગ કરશે.

આવું હશે સૅફ હાઉસ :

1. શહેરમાંથી એક પોલીસ સ્ટેશનની પસંદગી કરીને ત્યાં ચાર માળનું બિલ્ડિંગ બનાવવામાં આવશે.
2. બિલ્ડિંગમાં પ્રેમી યુગલોને સુરક્ષા પૂરી પાડવા તેમજ આવા કેસોની પતાવટ માટે પોલીસ કામ કરશે.
3. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર મહિલા અપરાધોના નિરાકરણ માટે પોલીસ ડેસ્ક 24 કલાક કામ કરશે.4. ગ્રાઉન્ડ ફ્લોર પર પોલીસના જરૂરી કામકાજ માટે સ્ટાફને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.
5. પોલીસ સ્ટેશન આ બિલ્ડિંગનો ઉપયોગ પોતાના કામ માટે પણ કરી શકે છે.

હાલ આ પ્રસ્તાવ ગૃહ રાજ્ય વિભાગ પાસે છે. પોલીસ હેડક્વાર્ટરની સાથે સાથે પ્રેમી યુગલોને પણ આ પ્રસ્તાવ પાસ થાય તેની રાહ છે.
First published: August 20, 2019, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading