MP: BJP નેતાની હત્યા કરી લાશ રેતીમાં દાટી, ઉપર લખ્યું 'THE END'

ઋષભ જૈન ગુરુવાર સાંજથી ગુમ હતો, ગેરકાયદેસર રેતી ખનન સામે ચલાવી રહ્યો હતો અભિયાન

News18 Gujarati
Updated: June 15, 2019, 9:20 AM IST
MP: BJP નેતાની હત્યા કરી લાશ રેતીમાં દાટી, ઉપર લખ્યું 'THE END'
ભાજપ કાર્યકર્તા ઋષભ જૈન (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: June 15, 2019, 9:20 AM IST
(પવન પટેલ)

મધ્ય પ્રદેશમાં જબલપુરના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ભેડાઘાટના સ્વર્ગદ્વારીમાં ભાજપ કાર્યકર્તાની રેતીમાં દાટેલી લાશ મળી છે. મૃત ભાજપ કાર્યકર્તાનું નામ ઋષભ જૈન ઉર્ફે સુલભ છે. ગુરુવારની સાંજથી ઋષભ ગુમ હતો. સવાર સુધી તેની રાહ જોયા બાદ પરિવારે તેની શોધખોળ શરૂ કરી. તેના મિત્રો સાથે પૂછપરછ કર્યા બાદ પણ જ્યારે તેની કોઈ ભાળ ન મળી તો પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાનો મામલો નોંધાવ્યો હતો.

શબની પાસે લખ્યું 'The End'

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે શબને રેતીમાંથી બહાર કાઢ્યું. શબની પાસે રેતની ઉપર The End લખેલું હતું. ઋષભના માથામાં આગળ અને પાછળની તરફ ઊંડા ઘાના નિશાન મળ્યા છે. પોલીસે મામલો સંદિગ્ધ માનતા શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.

ભાજપ યુવા મોર્ચા નગર મહામંત્રી પદની જવાબદારી

ઋષભ જૈન ઉર્ફ સુલભની પાસે ભેડાઘાટમાં ભાજપ યુવા મોર્ચા નગર મહામંત્રી પદની જવાબદારી હતી. તેની સાથે જ તે મૂર્તિનો વેપાર પણ કરતો હતો. ઋષભ જૈન સામાજિક કાર્યક્રમોમાં પણ સામેલ થતો હતો. ઘટનાની સૂચના મળ્યા બાદ ભાજપ કાર્યકર્તાઓ રોષમાં છે. હાલ પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
Loading...

ગેરકાયદેસર ખનન અને દારૂની વિરુદ્ધ ચલાવી રહ્યો હતો કેમ્પેન

છેલ્લા થોડાક સમયથી ઋષભે ગેરકાયદેસર દારૂ અને રેત ખનનની વિરુદ્ધ પોતાની સ્તરે વિરોધ કરવાની શરૂઆત કરી હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ગેરકાયદેસર માફિયાઓ માટે માથાનો દુખાવો બની ચૂકેલા ઋષભની અદાવત રાખીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હશે. રેતીમાં જ્યાં ઋષભની લાશ દબાયેલી મળી હતી ત્યાં The End લખેલું હતું.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...