મધ્ય પ્રદેશ : શું હજુ પણ કોંગ્રેસ પાસે છે કોઈ ‘માસ્ટરસ્ટ્રોક’, પીસી શર્માએ આપ્યા સંકેત

News18 Gujarati
Updated: March 10, 2020, 7:43 PM IST
મધ્ય પ્રદેશ : શું હજુ પણ કોંગ્રેસ પાસે છે કોઈ ‘માસ્ટરસ્ટ્રોક’, પીસી શર્માએ આપ્યા સંકેત
મધ્ય પ્રદેશ : શું હજુ પણ કોંગ્રેસ પાસે છે કોઈ ‘માસ્ટરસ્ટ્રોક’,પીસી શર્માએ આપ્યા સંકેત

મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થક ધારાસભ્યોના રાજીનામા પછી રાજનીતિ બદલી રહી છે

  • Share this:
ભોપાલ : મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થક ધારાસભ્યોના રાજીનામા પછી રાજનીતિ બદલી રહી છે. એક તરફ જ્યાં બીજેપી નેતા જલ્દી પ્રદેશમાં સરકાર રચવાની તૈયારીઓનો દાવો કરી રહ્યા છે. જ્યારે કોંગેસ હજુ પણ સરકાર બચાવી રાખવાનો દાવો કરતી જોવા મળી રહી છે. કમલનાથ સરકારમાં મંત્રી પીસી શર્માએ મંગળવારે સાંજે કાંઈક આવા સંકેત આપ્યા હતા. પીસી શર્માએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે હજુ તમે લોકોએ સીએમ કમલનાથનો માસ્ટરસ્ટ્રોક જોયો નથી.

મધ્ય પ્રદેશ સરકારમાં વરિષ્ઠ મંત્રી પીસી શર્માના નિવેદન પર વિચાર કરવામાં આવે તો જાણકાર આ પાછળ ઘણા સંકેત જોઈ રહ્યા છે. પીસી શર્માને જ્યારે મંગળવારે મીડિયાકર્મીઓએ વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળને લઈને સવાલ કર્યો તો પીસી શર્માએ કહ્યું હતું કે કશુંક નવું થવાનું છે. તમને લોકોને કમલનાથનો માસ્ટરસ્ટ્રોક જોવા મળશે.

આ પણ વાંચો - જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યો પરિવારનો સાથ, પુત્રએ કહ્યું - પિતાના નિર્ણય પર ગર્વશું બીજેપી ધારાસભ્યો પણ તુટશે
મધ્ય પ્રદેશમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા રાજનીતિક ઉથલ-પાથલ પર નજર કરવામાં આવે તો તમે જાણશો કે બીજેપી જે ઉત્સાહથી કોંગ્રેસના ધારાસભ્યોનો તોડવાનો દાવો કરી રહી છે. કોંગ્રેસ તે જ તત્પરતાથી જવાબ આપી રહી છે. કોંગ્રેસના ઘણા નેતાઓના નિવેદન પણ આવ્યા છે કે બીજેપીના ઘણા ધારાસભ્યો મુખ્યમંત્રી કમલનાથના સંપર્કમાં છે. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં આ વાતનું પરીક્ષણ થશે. આની પાછળ બીજેપીના બે ધારાસભ્યોની વાત થઈ રહી હતી ,જેમણે થોડા સમય પહેલા સીએમ કમલનાથ સાથે મુલાકાત કરી હતી. આ પછી કહેવામાં આવતું હતું કે બીજેપીના ઓપરેશન લોટસના જવાબમાં કોંગ્રેસ પણ કશુંક નવું કરી શકે છે.
First published: March 10, 2020, 7:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading