Home /News /national-international /VIDEO: પનામા પેપર્સ કેસમાં વહુ ઐશ્વર્યા રાયની પૂછપરછ થઇ તો સંસદમાં ભડક્યા જયા બચ્ચન, કહ્યું- તમારા ખરાબ દિવસો આવશે!

VIDEO: પનામા પેપર્સ કેસમાં વહુ ઐશ્વર્યા રાયની પૂછપરછ થઇ તો સંસદમાં ભડક્યા જયા બચ્ચન, કહ્યું- તમારા ખરાબ દિવસો આવશે!

સમાજવાદી પાર્ટીના (Samajwadi Party)સાંસદ જયા બચ્ચન

Jaya Bachchan news - સમાજવાદી પાર્ટીના (Samajwadi Party)સાંસદ જયા બચ્ચને (Jaya Bachchan)રાજ્ય સભામાં (Rajya Sabha)ભાજપા પર આકરો પ્રહાર કર્યો

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના (Samajwadi Party)સાંસદ જયા બચ્ચને (Jaya Bachchan)રાજ્ય સભામાં (Rajya Sabha)ભાજપા પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે કેન્દ્ર સરકાર (Central Government)પર પ્રહાર કરતા કહ્યું કે ઘણા જલ્દી તમારા લોકોના ખરાબ દિવસો આવવાના છે. જયા બચ્ચનનો આ ગુસ્સો એ સમયે જોવા મળ્યો જ્યારે સદનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક પદાર્થ વિધેયક 2021 પર ચર્ચા ચાલી રહી હતી. તેમણે સરકારને ખરાબ દિવસનો શ્રાપ પણ આપી દીધો હતો.

જયા બચ્ચનની આ ટિપ્પણી ઐશ્વર્યા રાય બચ્ચનને (Aishwarya Rai Bachchan) ઇડીમાં રજુ થવાના કેટલાક સમય પછી આવી હતી. તેમણે સ્પીકરને કહ્યું કે મારા પર વ્યક્તિગત રુપથી ટિપ્પણી કરવામાં આવી પણ હું કોઇના પર વ્યક્તિગત ટિપ્પણી કરવા માંગતી નથી.

આ પણ વાંચો - Election Laws Amendment Bill: આધાર કાર્ડને Voter Id થી જોડશે ચૂંટણી સુધાર વિધેયક, લોકસભામાં મળી મંજૂરી

સપા સાંસદે કહ્યું કે હું તમને લોકોને શ્રાપ આપું છું કે તમારા લોકોના ખરાબ દિવસો હવે ઘણા જલ્દી આવવાના છે. તેમણે વિપક્ષી નેતાઓને કહ્યું કે તમે લોકો કોની સામે બીન વગાડી રહ્યા છો. સાંસદ જયા બચ્ચનના હુમલા પછી સદનમાં હંગામો વધારે થયો હતો અને પીઠાધીન અધ્યક્ષે સદનની કાર્યવાહીને પાંચ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
" isDesktop="true" id="1162486" >

સદનનો અપમાન કરવાનો લાગ્યો આરોપ

ભાજપા સાંસદ રાકેશ સિન્હાએ જયા બચ્ચન પર સંસદની ગરિમાને ઓછી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે તેમના પર સ્પીકરને વ્યક્તિગત રીતે સંબોધિત કરવાનો પણ આરોપ લગાવ્યો છે. રાકેશ સિન્હાએ કહ્યું કે કોઇપણ સાંસદને સદનમાં આ રીતનો વ્યવહાર કરવો જોઈએ નહીં. આ પ્રકારનો વહેરા ચેયરનું અપમાન છે.

આ પણ વાંચો - રાકેશ ઝુનઝુનવાલાએ માત્ર 10 મિનિટમાં આ 2 સ્ટોકમાં ગુમાવ્યા 230 કરોડ રૂપિયા

પનામા પેપર્સ મામલામાં ઐશ્વર્યા રાય બચ્ચનની પૂછપરછ

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચન સોમવારે 2016ના પનામા પેપર્સ લીક મામલામાં ઇડી સામે હાજર થઇ હતી. આધિકારિક સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી હતી. ઇડી દ્વારા અભિનેતા અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાયની ફેમાની જોગવાઇ અંતર્ગત પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા ઐશ્વર્યા રાય બચ્ચનને બે વખત સમન મોકલવામાં આવ્યું હતું. જોકે તેણે બન્ને વખત ઇડીને સ્થગિત કરવાની વિનંતી કરી હતી.
First published:

Tags: Aishwarya Rai Bachchan, Jaya bachchan, રાજ્યસભા