જો ભાજપને મળી જતા 4,337 વોટ તો ચોથીવાર CM બનતા શિવરાજ!

News18 Gujarati
Updated: December 13, 2018, 9:55 AM IST
જો ભાજપને મળી જતા 4,337 વોટ તો ચોથીવાર CM બનતા શિવરાજ!
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 7 બેઠકો એવી હતી જેમાં ભાજપના ઉમેદવાર 100થી 1000 વોટના અંતરથી હારી ગયા હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યપાલ આનંદીબેન પટેલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. બીજી તરફ, પીસીસી ચીફ કમલનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. આ દરમિયાન કોંગ્રસ ધારાસભ્ય દળે કમલનાથને ધારાસભ્ય દળના નેતા ચૂંટી લીધા છે. આ પ્રકારે એ નક્કી થઈ ગયું છે કે કમલનાથ મધ્ય પ્રદેશના આગામી મુખ્યમંત્રી હશે. પરંતુ એ જાણીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો કે જો ભાજપને માત્ર 4,337 વોટ વધુ મળતા તો શિવરાજસિંહ ચૌહાણ ચોથી વાર મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવામાં સફળ થઈ જતા.

જી હાં, 4,337 તે જાદુઈ આંકડો છે, જેણે ભાજપને સત્તાથી બહાર કરી દીધો. જો રાજ્યમાં બેઠક મુજબ કોંગ્રેસની જીતના અંતરનું વિશ્લેષણ કરવામાં આવે તો સામે આવે છે કે અનેક એવી બેઠકો હતો જ્યાં ભાજપની હારનું અંતર ખૂબ ઓછું હતું. સાત બેઠકો તો એવી હતી જ્યાં ભાજપની હાર 100થી 1000 વોટની વચ્ચે થઈ.

આ છે તે 7 બેઠકો, જ્યાં ઓછો મતોના અંતરથી ભાજપ હાર્યું

ગ્વાલિયર દક્ષિણ- 121 વોટથી કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ પાઠકે જીત નોંધાવી
સુવાસરા- કોંગ્રેસા હરીદીપસિંહ ડૂગે ભાજપના રાધેશ્યામ પાટીદારને 350 વોટથી હરાવ્યા
જબલપુર ઉત્તર- 578 વોટથી કોંગ્રેસના ઉમેદવાર વિનય સક્સેનાએ જીત મેળવીરાજનગર- 732 વોટથી કોંગ્રેસના વિક્રમસિંહ નાતીરાજાએ વિજય મેળવ્યો
દમોહ- કોંગ્રેસના રાહુલસિંહે 798 વોટથી ભાજપના ઉમેદવાર જયંત મલૈયાને હરાવ્યા
બ્યાવરા- કોંગ્રેસના ગોવર્ધન તંવરે ભાજપના નારાયણસિંહને 836 વોટથી હરાવ્યા
રાજપુર (એસટી)- કોંગ્રેસના બાલા બચ્ચને ભાજપના અંતરસિંહ દેવીસિંહ પટેલને 932 વોટથી હરાવ્યા

આ પણ વાંચો, ANALYSIS: શિવરાજ સરકાર પર ભારે પડ્યા આ 5 મુદ્દા

આ તમામ બેઠકો પર કોંગ્રેસના જેટલા વોટના અંતરથી જીત મેળવી છે, તે અંતરને જોડવામાં આવે તો આંકડો થાય છે છે 4,337 વોટનો. એવામાં ભાજપને જો 4,337 વોટ વધુ મળી ગયા હોત તો ભાજપના ખાતામાં વધુ 7 બેઠકો આવી જતી. હાલમાં ભાજપની પાસે 109 બેઠકો છે. જો આ 7 બેઠકો તેમાં જોડાઈ જાત તો તે આંકડો 116નો થઈ જાત. જ્યારે કોંગ્રેસની પાસે હજુ 114 બેઠકો છે, ત્યારે કોંગ્રેસનો આંકડો થાત 107 બેઠકો. એવામાં શિવરાજસિંહ ચૌહાણ ચોથી વાર મધ્ય પ્રદેશમાં સરકાર રચવામાં સફળ થઈ જતાં.
First published: December 13, 2018, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading