Home /News /national-international /હાઈકોર્ટે ચાર વર્ષની બાળકી સાથે રેપના દોષિતની ઉમરકેદ સજા ઘટાડીને 20 વર્ષ કરી, કહ્યું આરોપી દયાળુ છે
હાઈકોર્ટે ચાર વર્ષની બાળકી સાથે રેપના દોષિતની ઉમરકેદ સજા ઘટાડીને 20 વર્ષ કરી, કહ્યું આરોપી દયાળુ છે
4 વર્ષની માસૂમ સાથે રેપના કેસમાં હાઈકોર્ટની ટિપ્પણી
હાઈકોર્ટે ચાર વર્ષની બાળકી સાથે રેપના એક દોષિતને લઈને એવી ટિપ્પણી કરી છે જે હવે ચર્ચામાં છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે રેપના દોષિતની ઉમરકેદ સજાને ઘટાડીને 20 વર્ષ કરતા કહ્યું કે, તેને રેપ પછી બાળકીને જીવતી છોડી દીધી હતી, તે ઘણો દયાળુ હતો.
મધ્ય પ્રદેશમાં હાઈકોર્ટે ચાર વર્ષની બાળકી સાથે રેપના એક દોષિતને લઈને એવી ટિપ્પણી કરી છે જે હવે ચર્ચામાં છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે રેપના દોષિતની ઉમરકેદ સજાને ઘટાડીને 20 વર્ષ કરતા કહ્યું કે, તેને રેપ પછી બાળકીને જીવતી છોડી દીધી હતી, તે ઘણો દયાળુ હતો.
હાઈકોર્ટના જસ્ટિસ સુબોધ અભ્યંકર અને જસ્ટિસ એસકે સિંહે દોષિતની સજાને ઘટાડીને પોતાના નિર્ણયમાં કહ્યું, આવી પરિસ્થિતિમાં આ અદાલતે ટ્રાયલ કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા અને દોષિતના રાક્ષસી કૃત્ય પર સંભળાવવામાં આવેલા ચુકાદામાં કોઈ ખામી જોવા નથી મળતી.
નિર્ણયમાં આગળ કહ્યું કે, દોષિતે ચાર વર્ષની બાળકીની સાથે આ કૃત્ય કર્યું જે એક મહિલાની ગરિમા અને સન્માનની વિરુદ્ધ છે. 4 વર્ષની બાળકીની સાથે આવા અપરાધનામાં કોર્ટને આ કેસની સુનવણી કરવા યોગ્ય માનતી નથી.
જજમેન્ટમાં આગળ કહ્યું,
જો કે, ફરિયાદીએ બાળકીને બળાત્કારના કૃત્ય પછી જીવતી છોડી દીધી હતી તે હકીકતને ધ્યાનમાં લેતા, જે તેના માટે પૂરતી દયા હતી, તેથી કોર્ટનું માનવું છે કે, તેણીની આજીવન કેદને 20ની સખત કેદમાં ફેરવવામાં આવે. વધુમાં કહ્યું કે, આ કારણોસર આ ફોજદારી અપીલને આંશિક રીતે મંજૂરી આપવામાં આવી છે અને અપીલકર્તાએ કાયદા મુજબ 20 વર્ષની મુદત પૂરી કરવી પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર