Home /News /national-international /

હવે કોંગ્રેસ સેવાદળે કર્યા RSSના વખાણ, કહ્યું- લશ્કરી અનુશાસનવાળું છે સંગઠન

હવે કોંગ્રેસ સેવાદળે કર્યા RSSના વખાણ, કહ્યું- લશ્કરી અનુશાસનવાળું છે સંગઠન

આરએસએસ(ફાઈલ ફોટો)

રાહુલ ગાંધીના એકદમ નજીકના કોંગ્રેસ નેતા દીપક બાબરીયા દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ બાદ હવે કોંગ્રેસ સેવાદળે પણ આરએસએસએ પણ સંઘના ખુલ્લેઆમ વખાણ કર્યા

    રાહુલ ગાંધીના એકદમ નજીકના કોંગ્રેસ નેતા દીપક બાબરીયા દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ બાદ હવે કોંગ્રેસ સેવાદળે પણ આરએસએસએ પણ સંઘના ખુલ્લેઆમ વખાણ કર્યા છે. સેવાદળની એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે, સંઘ લશ્કરી અનુશાસનવાળુ સંગઠન છે. એટલું જ નહી સેવાદળે સંઘના સંસ્થાપક ડો. હેડગેવારને દેશભક્ત પણ કહ્યા છે.

    સેવાદળની પ્રેસનોટમાં ડો. હેડગેવારના 1921ના અસહયોગ આંદોલનમાં ભાગ લેવા અને જેલ જવાની વાત પણ કરી છે. સાથે 1928માં સાઈમન કમીશનના ભારત આગમન પર આરએસએસના આંદોલન કરવાની વાત પણ કરવામાં આવી છે. સેવાદળ અનુસાર, આરએસએસએ આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો. જ્યારે આ મામલો ચર્ચામાં આવ્યો તો, સેવાદળે આને પ્રિન્ટીંગ મિસ્ટેક જણાવ્યું હતું.

    તમને જણાવી દઈએ કે, આ પહેલા મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અને વરિષ્ઠ નેતા દીપક બાબરિયાએ પણ સંઘના વખાણ કર્યા હતા. દીપક બાબરીયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ કાર્યકર્તાઓને આરએસએસ પાસેથી અનુશાસન સીખવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આરએસએસના સારા પહેલુઓની વાત કરવામાં અમને કોઈ સંકોચ નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Congress sewadal, Dipak babaria, Dr. hedgewar, Gwalior, Praises rss, Press note, RSS, સાંસદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन