Madhya Parades News-થોડા મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતની હનીગર્લએ ગ્વાલિયરમાં શિવપુરીના એક બિઝનેસમેનને પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. મિત્રતાની આડમાં બિઝનેસમેનને હોટલમાં મળવા બોલાવ્યો. અહીં તેને કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ પીવડાવી, ટોળકીએ વેપારીના નગ્ન ફોટા અને વીડિયો બનાવ્યા હતા. જાણો પોલીસે કેવી રીતે કરી કાર્યવાહી- (Businessman Honey trap)
ગુજરાતની હનીગર્લએ ગ્વાલિયરમાં શિવપુરીના એક બિઝનેસમેનને પોતાની પ્રેમ જાળમાં ફસાવ્યો હતો.(Gujarat honey Trap Gang) ગુજરાતથી ગ્વાલિયર આવ્યા બાદ યુવતીએ બિઝનેસમેનને હોટલમાં મળવા બોલાવ્યો હતો. (MP businessman Blackmail)અહીં તેને કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ પીવડાવી, આ ટોળકીએ વેપારીના નગ્ન ફોટા અને વીડિયો બનાવ્યા હતા. હનીટ્રેપ ગેંગે, આ ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 25 લાખ રૂપિયા માંગ્યા હતા. વેપારીએ પોતાની ઈજ્જત બચાવવા માટે 2 લાખ રૂપિયા આપ્યા, પરંતુ હનીગેંગ હજુ પણ બિઝનેસમેનને બ્લેકમેલ કરતી રહી. આખરે હિંમત જોડી વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી. ગ્વાલિયર પોલીસે હનીગેંગના માસ્ટર માઇન્ડ સહિત 4 આરોપીઓને ગિરફ્તાર કર્યા છે. ટોળકીના, હાલ ગુજરાતના ત્રણ સાથીદારો ફરાર છે. (Gwalior Crime Branch Honey Trap Gang Investigation)
સોશિયલ મીડિયાથી ફસાવ્યો બિઝનેસમેન
પીડિત શિવપુરી જિલ્લામાં કાપડનો વેપારી છે. થોડા મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી તેની મમતા નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. મિત્રતાની આડમાં મમતાએ સોમવારે ગ્વાલિયરમાં બિઝનેસમેનને મળવાનો પ્લાન બનાવ્યો. તેણે વેપારીને કંપુ વિસ્તારમાં આવેલી ગોલ્ડન બ્લેઝ હોટલમાં મળવા બોલાવ્યો હતો. વેપારી આવતાં બંનેએ નાસ્તા સાથે ઠંડુ પીણું પીધું. ઠંડા પીણા પીધા બાદ વેપારી બેહોશ થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે મમતા સાથે રૂમમાં અન્ય 4 લોકો હાજર હતા.
બેહોશ કરી બનાવ્યો વિડિયો
આ લોકોએ બેભાન અવસ્થા દરમિયાન બિઝનેસમેનના નગ્ન ફોટા અને વીડિયો બનાવ્યા હતા. મમતાએ તેને સોશિયલ મીડિયા પર ન્યૂડ વીડિયો અપલોડ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. ટોળકીએ 25 લાખની માંગણી કરી હતી. ગભરાઈને વેપારીએ 2 લાખ રૂપિયા આપ્યા. આ પછી પણ આરોપીઓ સતત ધમકીઓ આપી રહ્યા હતા.
પોલીસમાં ફરિયાદ
હની ગેંગની જાળમાં ફસાયેલો વેપારી ગભરાયો નહીં. તેણે હિંમત બતાવી અને પોલીસમાં ફરિયાદ કરી. વેપારીને સાથે લઈને પોલીસે કેમ્પુની બ્લેઝ હોટલના રૂમ નંબર 304 પર દરોડો પાડ્યો અને હની ગર્લ મમતા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી. મમતા મૂળ બિહારની છે. પરંતુ ગુજરાતમાં રહીને હનીટ્રેપ કરતી હતી. બાકીના ત્રણ આરોપીઓ સલીમ મિર્ઝા, ચૌધરી કૃષ્ણ સિંહ અને યોગેન્દ્ર છે. ત્રણેય મૂળ યુપીના છે.
ગ્વાલિયરની ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ એસપી રાજેશ દાંડૌતિયાએ જણાવ્યું કે શિવપુરીના કાપડના વેપારીને ગુજરાતની એક ગેંગ દ્વારા શિકાર બનાવવામાં આવ્યો હતો. આ ટોળકીએ અગાઉ વેપારીના નગ્ન ફોટો-વિડિયો બનાવીને 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં 10 લાખમાં સોદો નક્કી થયો હતો. વેપારીએ ટોળકીને બે લાખ રૂપિયા આપ્યા હતા. જે બાદ તે પોલીસ પાસે આવ્યો અને પોલીસે ગેંગને પકડીને સમગ્ર મામલાનો ખુલાસો કર્યો. હવે ગેંગના અન્ય પીડિતો વિશે માહિતી મેળવવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર