જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશ સરકાર માટે કિંગમેકર, BJPમાં જોડાવા પર સસ્પેન્સ

જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશ સરકાર માટે કિંગમેકર, BJPમાં જોડાવા પર સસ્પેન્સ
કૉંગ્રસ સાથે છેડ્યો ફાડ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાની આગામી રાજકીય ચાલ શું હશે તેની પર સૌની નજર

કૉંગ્રસ સાથે છેડ્યો ફાડ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાની આગામી રાજકીય ચાલ શું હશે તેની પર સૌની નજર

 • Share this:
  ભોપાલ : જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)એ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ (Madhya Pradesh Political Crisis) ચાલુ છે. કૉંગ્રેસ (Congress)નો 'હાથ' છોડ્યા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સિંધિયા ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે. તેઓ મંગળવાર સાંજે બીજેપીમાં જોડાશે તેવી ખૂબ ચર્ચા ચાલી રહી હતી પરંતુ બાદમાં અહેવાલ આવ્યા કે હવે તેઓ બુધવારે બીજેપીમાં સામેલ થશે. જોકે, મોડી સાંજે અહેવાલ આવ્યા કે સિંધિયા 12-13 માર્ચે બીજેપીમાં જોડાઈ શકે છે. પરંતુ હાલ સિંધિયાના બીજેપીમાં જોડવાને લઈને સસ્પેન્સ બરકરાર છે.

  સૂત્રો મુજબ, જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરુવાર સવારે એટલે કે 12 માર્ચે બીજેપીમાં સામેલ થઈ શકે છે. સિંધિયા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરમાં બીજેપીનું સભ્યપદ મેળવશે, આજે શિવરાજ સિંહ ભોપાલમાં છે. સૂત્રોનું માનીએ તો શિવરાજ સિંહ આજે રાત્રે દિલ્હી આવી શકે છે. બીજી તરફ, સપા અને બસપાના એક-એક ધારાસભ્યોએ શિવરાજ સિંહ ચૌહાણના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી. અહેવાલ છે કે બંને પણ બીજેપીમાં જોડાઈ શકે છે.  જ્યોતિરાદિત્ય સિંધિયા પીએમ મોદી અને અમિત શાહને મળ્યા હતા

  આ પહેલા જ્યારે તેઓ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને મળવા પહોંચ્યા, ત્યારથી તેમના બીજેપીમાં સામેલ થવાની અટકળોને પુષ્ટિ થવા લાગી હતી. સિંધિયા, વડાપ્રધાનને મળવા માટે અમિત શાહની ગાડીમાં પહોંચ્યા હતા અને પછી તેમની જ ગાડીમાં પરત ફર્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલું તેમનું રાજીનામું પણ સામે આવ્યું, જેની પર સોમવાર એટલે કે 9 માર્ચની તારીખ હતી. આ રાજીનામું સામે આવ્યા બાદ કૉંગ્રેસ મહાસચિવ પણ મીડિયા સામે આવ્યા અને જણાવ્યું કે, પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે સિંધિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, સીએમ કમલનાથે કહ્યું - સાબિત કરીશું બહુમત, ધારાસભ્યો અમારા સંપર્કમાં

  બીજી તરફ, સિંધિયાના રાજીનામા પછી કોંગ્રેસના 20 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિસાહુ લાલ પણ સામેલ છે. હાલ 228 વિધાનસભાવાળી વિધાનસભામાં કોંગ્રેસ પાસે પોતાના 114 ધારાસભ્યો સહિત 7 અન્યનું સમર્થન છે. એવામાં તેમની પાસે 121 ધારાસભ્ય છે. જો રાજીનામા આપનાર 20 ધારાસભ્યોની સંખ્યાને વિધાનસભાની કુલ સીટોમાંથી ઘટાડી દેવામાં આવે તો આ ઘટીને 208 રહી જશે. આવા સમયે બહુમત માટે 105 સીટોની જરુર રહેશે.

  કોણ છે વધારે મજબૂત?

  જો કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર 20 ધારાસભ્યોની સંખ્યા ઘટાડી દેવામાં આવે તો પાર્ટી પાસે કુલ 94 ધારાસભ્ય જ રહી જશે. સાત અન્યને જોડવામાં આવે તો કુલ ધારાસભ્યોની સંખ્યા 101 થઈ જશે. ભાજપાની વાત કરવામાં આવે તો તેની પાસે પોતાના 107 ધારાસભ્ય છે. સંખ્યાઓનું ગણિત જોવામાં આવે તો કોંગ્રેસના મુકાબલે બીજેપી મજબૂત છે. આ સાથે એ જોવું પણ રસપ્રદ રહેશે કે આખરે અપક્ષ, સપા અને બસપાના કુલ 7 ધારાસભ્યો શું નિર્ણય કરશે. હાલ કોંગ્રેસના દરેક નેતાના જીભે એ વાત છે કે સરકાર સ્થિર છે.

  આ પણ વાંચો, જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યો પરિવારનો સાથ, પુત્રએ કહ્યું - પિતાના નિર્ણય પર ગર્વ
  First published:March 11, 2020, 07:48 am

  टॉप स्टोरीज