મધ્ય પ્રદેશના આ રાજ્યપાલની વાત કંઈક અલગ જ છે...!

News18 Gujarati
Updated: February 6, 2018, 4:38 PM IST
મધ્ય પ્રદેશના આ રાજ્યપાલની વાત કંઈક અલગ જ છે...!
નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લેતા ગવર્નર આનંદીબેન પટેલ

અઠવાડિયા પહેલાથી જ મધ્ય પ્રદેશના નિવાસી કમિશ્નર ગુજરાત ભવનના આંટાફેરા કરી રહ્યા હતા.

  • Share this:
નવી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલું છે મધ્ય પ્રદેશ ભવન. અહીંના નિવાસી કમિશ્નર આશીષ શ્રીવાસ્તવ છેલ્લા એક અઠવાડિયાથી વ્યસ્ત હતા. તેઓ એક એવા મહેમાનના સ્વાગતમાં વ્યસ્ત હતા, જે પ્રથમ વખત દિલ્હી આવી રહ્યા
હતા. આ મહેમાન મધ્ય પ્રદેશના નવા ગવર્નર આનંદીબેન પટેલ હતા. આ પહેલા પણ રાજ્યના ગવર્નરો પોતાના માટે ખાસ ફાળવવામાં આવતા ખાસ સ્યૂટમાં રોકાતા હતા, પરંતુ આ વખતે હલચલ કંઈક ખાસ હતી.

જ્યારે કોઈ વીઆઈપી દિલ્હી સ્થિત મધ્ય પ્રદેશ ભવનમાં આવે છે ત્યારે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. અને જ્યારે મહેમાન રાજ્યના ગવર્નર હોય તો કોઈ કસર છોડવામાં નથી આવતી. મધ્ય પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ આજકાલ દિલ્હીના મધ્યપ્રદેશ ભવનમાં રોકાયા છે. જોકે, તેમના અહીં આવતા પહેલાની તૈયારીઓ કોઈ પણ રાજ્યપાલ કરતા અલગ રહી હતી.

અઠવાડિયા પહેલાથી જ મધ્ય પ્રદેશના નિવાસી કમિશ્નર ગુજરાત ભવનના આંટાફેરા કરી રહ્યા હતા. ચાણક્યપુરીમાં બંને ભવન વચ્ચેનું અંતર લગભગ એક કિલોમીટર છે. ગુજરાત ભવનના અધિકારીઓને આનંદીબેનના આગતા-સ્વાગતાનો અનુભવ છે. માટે મધ્ય પ્રદેશના અધિકારીઓ તેમના પાસેથી અમુક શીખ લેવા માંગતા હતા.

તૈયારીનું ખાસ ફોકસ નવા રાજ્યપાલને ખાવામાં શું પસંદ છે તેને લઈને હતું. મધ્ય પ્રદેશના અધિકારીઓ કોઈ પણ જોખમ ઉઠાવવા માંગતા ન હતા. છેલ્લે નક્કી એવું થયું કે ગુજરાત ભવનના રસોઈયાઓને જ મહામહિમ(ગવર્નર)ની સેવા કરવા માટે મધ્ય પ્રદેશ ભવનમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા.

મધ્ય પ્રદેશ ભવનમાં આનંદીબેનના સ્વાગતમાં કયો કર્મચારી ક્યાં તહેનાત રહેશે તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી. ગવર્નરનું જ્યારે આગમને થશે ત્યારે દરવાજો કોણ ખોલશે અને તેમાં કોઈ ચૂક ન રહે તે માટે તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.આ પહેલા કાર્યકારી રાજ્યપાલ ઓ.પી કોહલી દિલ્હી આવતા રહેતા હતા. તેમના પહેલા રામનરેશ યાદવ અનેક વખત અને મધ્ય પ્રદેશમાં અતિથિ તરીકે રોકાઈ ચુક્યા છે. જોકે, વર્તમાન રાજ્યપાલની આગતા-સ્વાગતા અદભૂત રહી હતી. એમપીના રાજ્યપાલનું પદ સંભાળ્યા બાદ આનંદીબેનનો આ પ્રથમ દિલ્હી પ્રવાસ હતો. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ અને વડાપ્રધાન મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે આનંદીબેન પટેલની મુલાકાત એક કલાક ચાલી હતી.

રાજ્યપાલના પદ પર પસંદગી પામ્યા બાદથી જ આનંદીબેન પટેલ રાજ્ય સરકારને કોઈને કોઈ સરપ્રાઇઝ આપી રહ્યા છે. તેમણે અમદાવાદથી ભોપાલ આવવા માટે મોકલવામાં આવેલા સરકારી ચાર્ટર પ્લેનનો ઉપયોગ કરવાનો ઇન્કાર કરી દીધો હતો, તેઓ ચાર્ટર બસ કરીને રોડ માર્ગે ભોપાલ પહોંચ્યા હતા. વચ્ચે આનંદીબેને સહપરિવાર મહાકાલના આશીર્વાદ પણ લીધા હતા.

ગવર્નરનું પદ સંભાળ્યા બાદ આનંદીબેને રાજ્યના તમામ પ્રમુખ સચિવોને પત્ર લખીને વિભાગના કામકાજ અંગે રિપોર્ટ માંગ્યો છે. નોંધનીય છે કે, રામનરેશ યાદવ પછી મધ્યપ્રદેશમાં ઓ.પી.કોહલી પ્રભારી રાજ્યપાલ હતા. હવે તેમની જગ્યાએ આનંદીબેન પટેલે લીધી છે.
First published: February 6, 2018
વધુ વાંચો
अगली ख़बर