ભોપાલ : મધ્ય પ્રદેશ સરકારે મોટી ઇ-કોમર્સ કંપનીઓમાં સામેલ એમેઝોનના (Amazon) ચર્ચિત ગાંજા વેચાણ મામલામાં (Amazon Ganja Selling) હવે તપાસ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સને (Special Task Force (STF)સોંપી દીધી છે. આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ લગભગ 6 મહિના પહેલા થયો હતો. પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે એમેઝોન ડ્રગ્સ મામલાની (Amazon Drugs case)તપાસ પુરી કડકાઇથી થશે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે આ મામલો મેં સ્વંય ઉઠાવ્યો છે. એમેઝોન દ્વારા ઇન્દોરમાં ઝેર વેચવામાં આવ્યું અને જેને ખાઇને એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. એમેઝોનની આડમાં માદક પદાર્થોની સપ્લાઇ થઇ રહી છે. જો કોઇ હથિયાર મંગાવવામાં આવે તો હથિયાર પહોંચી જશે. આવું ક્યારેય થવા દેવામાં આવશે નહીં.
મધ્ય પ્રદેશના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ મામલામાં એમેઝોનના અધિકારીઓએ જે જવાબ આપ્યો છે તે સંતોષજનક નથી. એમેઝોન પર સખત કાર્યવાહી થશે. હવે આ કેસની તપાસ મધ્ય પ્રદેશ સરકારે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સને સોંપી દીધી છે. અતિરિક્ત પોલીસ મહાનિર્દેશક જીપી સિંહના આદેશમાં કહેવામાં આવ્યું કે આ કેસની તપાસ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સને સોંપવામાં આવે છે. આ આદેશમાં ઉલ્લેખિત કરાયો છે કે આ આદેશ પોલીસ મહાનિર્દેશક મધ્ય પ્રદેશ દ્વારા અનુમોદિત કરાયો છે.
અતિરિક્ત પોલીસ મહાનિર્દેશક જીપી સિંહના આદેશમાં કહેવામાં આવ્યું કે આ કેસની તપાસ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સને સોંપવામાં આવે છે
મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાની પોલીસે ઓનલાઈન ગાંજા વેચાણ રેકેટનો ભાંડો ફોડ્યા બાદ એમેઝોન ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશકો સામે નવેમ્બર 2021માં ફરિયાદ નોંધી હતી. નોંધાયેલી ફરિયાદ પ્રમાણે એમેઝોન થકી સ્વીટનર વેચવાની આડમાં ગાંજો વેચવામાં આવ્યો હતો. બધાને એનડીપીએસ એક્ટ અંતર્ગત આરોપી બનાવ્યા હતા.
ભિંડ પોલીસે આ મામલે ગોહદ ચૌરાહા છીમકા નિવાસી પિંટૂ ઉર્ફે બ્રજેંન્દ્ર સિંહ તોમર, સૂરજ અને કલ્લુ પવૈયાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે લગભગ 21.75 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. આ દરમિયાન ગાંજા સાથે એમેઝોનના પેકિંગના ડબ્બા અને બારકોડ પણ મળ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેમણે દેશભરમાં માદક પદાર્થોની સપ્લાઇનું નેટવર્ક બનાવી રાખ્યું છે. પોલીસ આ કેસની તપાસ દરમિયાન ઘણા તથ્યોના આધારે ઘણા શહેરો અને લોકો સુધી પહોંચી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર