ગૌતમ ગંભીરે કેજરીવાલને માર્યો ટોણો : "બડે ગડ્ડે હૈ ઇસ રાહ મેં..."

News18 Gujarati
Updated: October 5, 2019, 4:41 PM IST
ગૌતમ ગંભીરે કેજરીવાલને માર્યો ટોણો :
ગૌતમ ગંભીર

• Share this:
અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ટ્વિટ કરીને માર્યો છે ટોણો. રાજધાની દિલ્હીમાં રસ્તા પર ખાડાનું સમ્રાજ્ય રાજીકીય વિવાદનું કારણ બન્યું છે. ત્યારે ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે રાજધાનીના રસ્તા પર આવેલા ખાડાઓને લઇને ટિપ્પણી કરી છે. તેમણે જાણીતી ગાયિકા ગીતા દત્તના પ્રસિદ્ધ ગીત "બાબૂજી ધીરે ચલના" ગીતના શબ્દોની ફેરબદલ કરી ગંભીરે ટ્વિટમાં લખ્યું છે કે "બાબુજી ધીરે ચલના, બડે ગડ્ડે હૈ ઇસ રાહ મેં!"

बाबूजी’ धीरे चलना, बड़े गड्ढे हैं इस राह में !
हम को मालूम है “दिल्ली” की हक़ीक़त,
लेकिन दिल को ख़ुश रखने को @ArvindKejriwal ये ख़याल अच्छा है pic.twitter.com/0DUjhRYdZX
— Gautam Gambhir (@GautamGambhir) October 5, 2019

ઉલ્લેખનીય છે કે કેજરીવાલે આ અંગે શનિવારે જ એક ટ્વીટ કર્યું છે. અને દિલ્હી સરકાર આધિન પીડબલ્યૂડી રસ્તાઓને ખાડા મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. ત્યારે જ આ ટ્વીટ પર ગંભીરે રિટ્વિટ કર્યું છે.

અરવિંદ કેજરીવાલે આજે કહ્યું છે કે આજથી 50 વિધાયક રોજ 25-25 કિલોમીટર સડકનું નિરીક્ષણ કરશે. આ દરમિયાન દરેક વિધાયકની સાથે એક એન્જિનિયર પણ રહેશે. જો રસ્તા પર કોઇ ખાડો મળ્યો તો એક એપ દ્વારા તે તેનો ફોટો પાડી તેનું લોકેશન રેકોર્ડ કરવાનું છે. આ પછી તે પર તરત જ કામ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વરસાદ પછી ગુજરાતની જેમ જ દિલ્હીના રસ્તાઓ પર પણ અનેક જગ્યાએ ખાડાઓ વધી ગયા છે. જેના કારણે રસ્તા પર અકસ્માત પણ વધ્યા છે.

ત્યારે આ કારણે જ સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે વરસાદના કારણે રસ્તા પર પડેલા ખાડાથી સ્થાનિકોને મુશ્કેલી ના થાય તે માટે અમે એક ખાસ અભિયાન દિલ્હીમાં ચલાવીશું. ઉલ્લેખનીય છે કે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં રસ્તાઓનું પરીક્ષણ દિલ્હીમાં થઇ રહ્યું છે. જો કે આ અંગે પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કટાક્ષ કરતા કેજરીવાલને ફિલ્મી અંદાજમાં પ્રતિક્રિયા આપી છે.
First published: October 5, 2019, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading