Home /News /national-international /મને ચૂંટણી હરાવવામાં કોનો હાથ હતો; બાબાએ પૂર્વ મંત્રીને આપ્યો જવાબ, તમારી જ પાર્ટીના નેતાએ તમને હરાવ્યા

મને ચૂંટણી હરાવવામાં કોનો હાથ હતો; બાબાએ પૂર્વ મંત્રીને આપ્યો જવાબ, તમારી જ પાર્ટીના નેતાએ તમને હરાવ્યા

ઈમરતી દેવી બાબા સરકારના શરણે પહોંચ્યા

ચૂંટણી નજીકમાં આવતા જ હવે નેતાઓ બાબાના ધામમાં લાઈનો લગાવવા લાગ્યા છે. અરજી પર લોકોના ભવિષ્ય બતાવતા પ્રસિદ્ધ પંડોખર સરકારના દરબાદમાં સિંધિયા સમર્થક અને પૂર્વ મંત્રી ઈમરતી દેવી પણ બે સમસ્યા લઈને બાબા પાસે પહોંચી હતી.

    ગ્વાલિયર: મધ્ય પ્રદેશમાં આગામી સમયમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઈને ફરી એક વાર બાબા પોલિટિક્સ ચર્ચામાં છે. ચૂંટણી નજીકમાં આવતા જ હવે નેતાઓ બાબાના ધામમાં લાઈનો લગાવવા લાગ્યા છે. અરજી પર લોકોના ભવિષ્ય બતાવતા પ્રસિદ્ધ પંડોખર સરકારના દરબાદમાં સિંધિયા સમર્થક અને પૂર્વ મંત્રી ઈમરતી દેવી પણ બે સમસ્યા લઈને બાબા પાસે પહોંચી હતી.

    આ દરમિયાન તેમણે પોતાનો પ્રથમ પશ્નમાં પુછ્યું કે, મને ચૂંટણી હરાવનારનું નામ જણાવો. તો બાબાએ જવાબમાં કહ્યું કે, તમે જે પાર્ટીમાં હાલ છો, તે પાર્ટીના જ એક નેતાએ આપને ચૂંટણી હરાવી છે. આ વાતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    આ પણ વાંચો: મધ્ય પ્રદેશ : યાત્રીઓથી ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી, 14 લોકોનાં મોત

    તેની સાથે જ પંડોખર સરકારે કહ્યું કે, હું નામ નહીં જણાવું પણ આપની જ પાર્ટીના એક વ્યક્તિએ ચૂંટણી હરાવી છે. પંડોખર સરકારે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી છે. બંનેની જનતા આપના પર વિશ્વાસ કરે છે. એટલા માટે હારવા છતાં પણ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આપે પોતાના જ બનાવ્યા.

    આ ઉપરાંત પંડોખર સરકારે આગળ કહ્યું કે, ઈમરતી દેવીનો બીજો સવાલ તેમની ભાણેજ 3 વર્ષની છે, બોલી શકતી નથી, જો કે, બાબાએ કહ્યું કે, ધામમાં લઈ આવો, બોલવા લાગશે.

    આ પણ વાંચો: મધ્ય પ્રદેશ : 1.25 કરોડની કિંમતના લાલ બોઆ સાપને બચાવાયો, સેક્સ પાવર વધારવામાં માનવામાં આવે છે કારગર

    આપને જણાવી દઈએ કે, હાલમાં ગ્વાલિયરમાં પ્રસિદ્ધ કથાવાચક જયા કિશોરીની કથા ચાલી રહી છે. તેમાં વિશેષ આમંત્રણ પર પંડોખર સરકારે પોતાનો દરબાર લગાવ્યો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Madhya pradesh

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन