'હું ગાંધીવાદી માણસ છું, મારી પાસે ન તો બોમ્બ છે, ન તો પિસ્તોલ, ન કોઇ હથિયાર કે રાયફલ. મને એકલાને અંદર લઇ જઇને તેમને મળવા દો. મને સંતાષ થશે અને હું પાછો જતો રહીશ.'
બેંગલુરુ : મધ્યપ્રદેશનાં (Madhya pradesh) પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (Shivrajsinh Chauhan) સુપ્રીમ કોર્ટમાં (Supreame court) અરજી દાખલ કરીને ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. જેની પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર, સ્પીકર અને કૉંગ્રેસ પાર્ટીને નોટિસ આપીને જવાબ માંગ્યો. આ મામલામાં આજે 18 માર્ચનાં રોજ સુનાવણી છે.
આ પરિસ્થિતિમાં દિગ્વિજયસિંહ (Digvijaysinh) બેંગ્લુરૂનાં રમાડા હોટલ પહોંચ્યા જ્યાં કૉંગ્રેસનાં ધારાસભ્યો રોકાયા છે. પરંતુ પોલીસે તેમને અંદર જવા ન દીધા. કૉંગ્રેસનાં નેતા દિગ્વિજયસિંહે ટ્વિટ કરીને કહ્યું કે, હું બેંગલુરૂનાં રમાડા હોટલ પહોંચી ગયો છું. પોલીસ અમને રોકી રહી છે.
मैं बेंगलुरु के रमादा होट्ल पहुँच गया हूँ। पुलिस हमें रोक रही है
બીજી તરફ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, હું મધ્ય પ્રદેશનો રાજ્યસભા ઉમેદવાર છું. 26 માર્ચનાં રોજ મતદાન થશે. મારા 22 ધારાસભ્યો અહીં રોકાયેલા છે. તે લોકો મારી સાથે વાત કરવા માંગે છે. તેમના ફોન પણ લઇ લેવામાં આવ્યાં છે. પોલીસવાળા તેમની સાથે વાત કરવા પણ નથી દેતા કહે છે કે, તેમની સુરક્ષાને ખતરો છે.
Bengaluru: Congress leader Digvijaya Singh sits on dharna near Ramada hotel, allegedly after he was not allowed by police to visit it. 21 Madhya Pradesh Congress MLAs are lodged at the hotel. https://t.co/VSkp7iL5ZWpic.twitter.com/wyPcfvci3f
દિગવિજયસિંહે પોલીસને કહ્યું કે, 'હું ગાંધીવાદી માણસ છું, મારી પાસે ન તો બોમ્બ છે, ન તો પિસ્તોલ, ન કોઇ હથિયાર કે રાયફલ. મને એકલાને અંદર લઇ જઇને તેમને મળવા દો. મને સંતાષ થશે અને હું પાછો જતો રહીશ. જાણકારી પ્રમાણે, હોટલમાં જવા દેવા ન દેવાતા તેઓ બહાર જ બસી રહ્યાં. જે બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે, મધ્ય પ્રદેશ કૉંગ્રેસના 20 ધારાસભ્ય હોટલમાં રોકાયા છે.'
આપને જણાવીએ કે, મધ્ય પ્રદેશ વિધાનસભા શરૂ થયા બાદ રાજ્યપાલનું અભિભાષણ પુરૂ થતાની સાથે સોમવારે સત્ર પુરૂં થઇ ગયું હતું. જે બાદ બીજેપીએ સુપ્રીમ કોર્ટમાં 48 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ કરાવવા માટે અરજી દાખલ કરી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર