હે રામ! ડુંગળીનાં તળિયે બેસેલા ભાવ સાંભળી ખેડૂતનું હૃદય જ બેસી ગયું

પ્રતિકાત્મત તસવીર

ભુરેલાલ માલવીયા નામનો ખેડૂત મંદાસુર મંડીમાં 27 ક્વિંન્ટલ ડુંગળી વેચવા માટે આવ્યો. પણ ડુંગળીનાં ભાવ એટલા બધા ઓછા કે, તેને 27 ક્વિન્ટલ ડુંગળીનાં બદલામાં તેને માત્ર રૂપિયા 10,440 જ મળ્યા.

 • Share this:
  મધ્યપ્રદેશમાં એક ખેડૂત માર્કેટમાં ડુંગળી વેચવા ગયો પણ ડુંગળીનાં ભાવ એટલા બધા ઓછા હતા કે એ સાંભળીને જ ખેડૂતને શોક લાગ્યો અને તેનુ મૃત્યુ થયું. આ ઘટના મધ્યપ્રદેશ રાજ્યની છે. હાલમાં ત્યાં કોંગ્રેસની સરકાર છે. તાજેતરમાં જ કોંગ્રેસની સરકારે ખેડૂતોનાં દેવા માફ કર્યા છે.

  મળતી માહિતી મુજબ, ભુરેલાલ માલવીયા નામનો ખેડૂત મંદાસુર મંડીમાં 27 ક્વિંન્ટલ ડુંગળી વેચવા માટે આવ્યો. પણ ડુંગળીનાં ભાવ એટલા બધા ઓછા કે, તેને 27 ક્વિન્ટલ ડુંગળીનાં બદલામાં તેને માત્ર રૂપિયા 10,440 જ મળ્યા. એટલે કે, પ્રતિ ક્વિન્ટલ માત્ર 372 રૂપિયા જ મળતા તે હેબતાઇ ગયો અને તેને ત્યાં જ હ્રદયરોગનો હુમલો આવ્યો અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો પણ ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું.

  આ સમગ્ર ઘટના મૃત્યુ પામનાર ખેડૂતનાં દિકરા રવિએ વર્ણવી. તેણે કહ્યું કે, તેના પિતા ડુંગળી વેચવા માટે મંડીમાં ગયા હતા પણ ડુંગળીનાં ઓછા ભાવ સાંભળીને છાતીમાં દુખાવો ઉપડયો હતો. જે તેમના માટે પ્રાણઘાતક સાબિત થયો.

  જસદણ પેટા ચૂંટણીઃ કુંવરજી હારે છે, બાળકો ચૂંટણી પ્રચાર કરે છે, લસણ વેચાય છે!

  ખેડૂતનાં પરિવારે સરકાર પાસે સહાયની માંગણી કરી છે. મધ્યપ્રદેશ ડુગંળી પકવતું મહત્વનું રાજ્ય છે પણ આ વર્ષે ડુંગળીનો ભાત તળીયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

  લ્યો બોલો! સરકારનું કહેવું છે કે લસણ જૂનું હોવાથી મળે છે ઓછા ભાવ
  Published by:Vijaysinh Parmar
  First published: