MPમાં એક પરિવારે છોકરો નાપાસ થતાં સરઘસ કાઢી મીઠાઇ વહેંચી

News18 Gujarati
Updated: May 16, 2018, 10:05 AM IST
MPમાં એક પરિવારે છોકરો નાપાસ થતાં સરઘસ કાઢી મીઠાઇ વહેંચી

  • Share this:
સામાન્ય રીતે પરિવારમાં કોઇ સંતાન પરીક્ષામાં નાપાસ થાય તો ઘરમાં માતમ છવાઇ જાય છે પણ મધ્યપ્રદેશમાં એક પરિવારે સંતાને નાપાસ થતાં સરઘસ કાઢ્યું એટલું નહીં પણ પરિવારે આ ખુશીમાં મિઠાઇ વહેંચી.

એક તરફ દશમાં ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ મધ્યપ્રદેશમાં 11 વિદ્યાર્થીઓએ આત્મહત્યાની કોશિષ કરી હતી જેમાંથી 6 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.

પણ મધ્યપ્રદેશના સાગર ટાઉનમાં આનાથી કંઇક ઉંધુ જ બન્યું. પોતાનો છોકરે દશમાં ધોરણમાં નાપાસ થતાં નિરાશ થવાના બદલે પરિવારે લોકોને મિઠાઇઓ વહેંચી અને ઢોલ વગાડીને સરઘસ કાઢ્યું.

જો કે, લોકોને જ્યારે પરિવારે આમ કરવાનું કારણ દર્શાવ્યું ત્યારે તેઓ અંચબામાં પડી ગયા હતા.

આ પરિવારે કહ્યું કે, આ નિષ્ફળતા જીવનના શરૂઆતના તબક્કામાં આવી છે એટલે આ નિષ્ફળતા સંતાનનું નૈતિકબળ નબળુ ન પાડે એ જરૂરી છે. આ પરક્ષા કાંઇ જીવનની અંતિમ પરીક્ષા નથી. અમે એવુ નથી ઇચ્છતા કે, તે નાપાસ થયો છે એટલા માટે તે કોઇ ખોટુ પગલું ભરે.

આ વિદ્યાર્થી ચાર વિષયમાં નાપાસ થયો પણ જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેના પરિવારે ઠપકો આપવાને બદલે તેનું સ્વાગત કર્યું અને મા-બાપ તેને ભેટી પડ્યાં એટલું જ નહી આ વિદ્યાર્થીના પિતા સુંદરે પરિવારના અન્ય સભ્યોને બોલાવીને મિઠાઇઓ વહેંચી અને શેરીમાં ઢોલ વગાડી સરઘસ કાઢ્યું. લોકો પણ જોડાયા અને પરિવારના આ અભિગમને બિરદાવ્યો.સુંદરે કહ્યું કે, હું સમાજને એવો મેસેજ આપવા માંગુ છું કે જીવનમાં નિષ્ફળતાઓ તો આવે પણ ત્યાં રસ્તો પુરો થઇ જતો નથી. મારા દિકરાએ બીજા વિકલ્પો શોધવા જોઇએ અને હકારાત્મક અભિગમ રાખવો જોઇએ.
First published: May 16, 2018, 9:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading