કોંગ્રેસના જે MLA પર હતો ગરીબોનું રાશન ખાવાનો આરોપ, શિવરાજ સરકારમાં તે જ ખાદ્ય મંત્રી બન્યા

News18 Gujarati
Updated: July 13, 2020, 3:37 PM IST
કોંગ્રેસના જે MLA પર હતો ગરીબોનું રાશન ખાવાનો આરોપ, શિવરાજ સરકારમાં તે જ ખાદ્ય મંત્રી બન્યા
કોંગ્રેસના જે MLA પર હતો ગરીબોનું રાશન ખાવાનો આરોપ, શિવરાજ સરકારમાં તે જ ખાદ્ય મંત્રી બન્યા

કોંગ્રેસમાંથી દળ બદલીને બીજેપીમાં સામેલ થયેલા મંત્રી બિસાહુલાલ સિંહને મળેલ વિભાગ ચર્ચામાં આવી ગયો

  • Share this:
અનુરાગ શ્રીવાસ્તવ, ભોપાલ : શિવરાજ સિંહ ચૌહાણના (shivraj cabinet)મંત્રીમંડળ વિસ્તાર પછી આજે મંત્રીઓના વિભાગોની વહેચણી પર કરી દેવામાં આવી હતી. કોંગ્રેસમાં (congress)થી દળ બદલીને બીજેપી (bjp)માં સામેલ થયેલા મંત્રી બિસાહુલાલ સિંહને મળેલ વિભાગ હવે ચર્ચામાં આવી ગયું છે. તેમને ખાદ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. કમલનાથ (kamalnath)સરકાર સમયે તેમની ઉપર ગરીબોના હકનું રાશન લેવાનો આરોપ લાગ્યો હતો.

કમલનાથ સરકાર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય રહેલા બિસાહુલાલ સિંહ પર ગરીબોનું રાશન લઈ લેવાનો આરોપ લાગ્યો હતો. એક આરટીઆઈ એક્ટિવિસ્ટે કોંગ્રેસ ધારાસભ્ય બિસાહુલાલ સિંહ અને તેમના પરિવાર પર અન્નપૂર્ણા યોજના અંતર્ગત બીપીએલ પરિવારોને એક રૂપિયા કિલોના હિસાબે મળનાર ઘઉં અને ચોખા લેવાનો આરોપ લગાવ્યો હતો. આરટીઆઈ દ્વારા જે જાણકારી મળી હતી તે પ્રમાણે બિસાહુલાલ સિંહ 2013થી ગરીબોનું રાશન લઈ રહ્યા હતા. જોકે આ આરોપ પર બિસાહુલાલ સિંહે કહ્યું હતું કે તેમનો પરિવાર આર્થિક રીતે સક્ષમ છે. ગરીબી રેખા નીચે રહેતા લોકોના ભાગનું રાશન ક્યારેય લીધું નથી.

આ પણ વાંચો - રાજસ્થાન સરકાર પર સંકટ : રણદીપ સુરજેવાલાએ કહ્યુ- 'સચિન પાયલટ માટે હાઇકમાન્ડના દરવાજા ખુલ્લા છે'

આજે જ્યારે બિસાહુલાલ સિંહને ખાદ્ય મંત્રી બનાવ્યા તો કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ મીડિયા વિભાગના ઉપાધ્યક્ષ ભુપેન્દ્ર ગુપ્તાએ સરકારને સવાલ કર્યો હતો કે જ્યારે બિસાહુલાલ અમારા ધારાસભ્ય હતા ત્યારે તમે તેની ઉપર બીપીએલનું રાશન લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમના રેશન કાર્ડ બતાવ્યા હતા તો હવે કેબિનેટમાં તેમને ખાદ્ય મંત્રી કેમ બનાવી દીધા? લોકતંત્ર લોક લાજથી ચાલે છે ઉત્તર આપજો.

ઉલ્લેખનીય છે કે કમલનાથ સરકારમાં મંત્રી ન બનાવતા બિસાહુલાલ સિંહ નારાજ હતા. તેમણે સિંધિયા સમર્થકો સાથે દળ બદલીને બીજેપી જોઈન કરી હતી.
Published by: Ashish Goyal
First published: July 13, 2020, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading