નર્મદા બચાવવા કોમ્પ્યુટર બાબાની MP સરકાર પાસે હેલિકોપ્ટરની માંગણી

મંગળવારે મધ્યપ્રદેશ સરકારમાં નર્મદા નદી ટ્રસ્ટના ચેરમેન તરીકે ચાર્જ સંભાળતા કોમ્પ્યુટર બાબાએ નર્મદાને બચાવવા માટે મોર્ડન અસ્ત્ર-શસ્ત્રની માંગણી કરી

News18 Gujarati
Updated: June 5, 2019, 7:19 PM IST
નર્મદા બચાવવા કોમ્પ્યુટર બાબાની MP સરકાર પાસે હેલિકોપ્ટરની માંગણી
કોમ્પ્યુટર બાબા (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: June 5, 2019, 7:19 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : મધ્યપ્રદેશના બહુ ચર્ચિત કોમ્પ્યુટર બાબા ફરીથી પ્રકાશમાં આવ્યા છે. ભોપાલ બેઠક પરથી કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને જીતાડવાનો પડકાર ફેંકનાર બાબાને મધ્ય પ્રદેશ સરકારે નર્મદા નદીના ટ્રસ્ટના ચેરમેન બનાવ્યા છે. મંગળવારે ચેરમેન તરીકે ચાર્જ લેતાની સાથે જ બાબાએ સરકાર પાસે હેલિકોપ્ટરની માંગણી કરી હતી. કોમ્પ્યુટર બાબાએ હેલિકોપ્ટરની માંગણી કરતા તર્ક આપ્યો હતો કે નર્મદાને બચાવવા માટે તેમને આધુનિક અસ્ત્ર-શસ્ત્રની જરૂર છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ નામદેવ દાસ ત્યાગી કોમ્પ્યુટર બાબાએએ કહ્યું, “ નદીની વર્તમાન પરિસ્થિતીને સમજવા માટે મારે એરિયલ સરવે કરવો છે અને તેના માટે હેલિકોપ્ટપની જરૂરિયાત છે. એરિયલ સરવે દ્વારા મને શિવરાજ સરકાર દરમિયાન થયેલા કથિત વૃક્ષારોપણ અને ગેરકાયદેસર રેતીના ખનનની માહિતી પણ મળશે.”

આ પણ વાંચો :  BJP-JDUનું ભંગાણ? ઝારખંડમાં JDU એકલા હાથે ચૂંટણી લડશે

કોમ્પ્યુટર બાબાને 'મા નર્મદા', 'મા શીપ્રા' અને 'મા મંદાકિની' રીવર્સ ટ્રસ્ટમાં ચેરમેન નીમવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી તેમને મંત્રીનો દરજ્જો અપાયો નથી. અગાઉ શિવરાજ સરકારે તેમને રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો આપી અને નદીની સફાઈ અને તેના પૂર્નઉત્થાન માટે જવાબદારી સૌોંપી હતી.

આ પણ વાંચો : મંદિરમાં પ્રવેશ કરનાર સગીર દલિતને ઢોર માર માર્યો, વીડિયો વાયરલ

જોકે, વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોમ્પ્યુટર બાબાએ પલટી મારી અને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. તેમણે શિવરાજ સરકાર પર નર્મદામાં થઈ રહેલા ગેરકાયદેસર ખનને ન અટકાવવાનો આક્ષેપ પણ કર્યો હતો. હવે કોંગ્રેસે તેમને ચેરમેનનો દરજ્જો આપ્યો છે ત્યારે તેમણે નર્મદાને બચાવવા માટે હેલિકોપ્ટરની માંગણી કરતા કોમ્પ્યુટર બાબા ફરી ચર્ચાના ચગડોળે છે.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...