Home /News /national-international /

આગામી ચાર દિવસમા 25 લાખ ખેડૂતોનાં દેવા માફ કરીશું: MP CM કમલનાથ

આગામી ચાર દિવસમા 25 લાખ ખેડૂતોનાં દેવા માફ કરીશું: MP CM કમલનાથ

મધ્ય પ્રદેશનાં CM કમલનાથ

કમલ નાથે વધુમાં જણાવ્યું કે તેમની સરકાર એવા પ્રયાસો કરે છે કે લોકોને નોકરીઓ મળે અને રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ વધે.

    ભોપાલ: મધ્યપ્રેદશની કોંગ્રેસ સરકાર આગામી ચાર દિવસમાં 25 લાખ ખેડૂતોનાં દેવા માફ કરી દેશે તેમ મુખ્યમંત્રી કમલ નાથે જણાવ્યું છે. કોંગ્રેસ સરકારે જન કિશાન રુણ મુક્તિ યોજના અમલમાં મુકી છે.

    રવિવારે એક કાર્યક્રમને સંબોધન કરતા કમલ નાથે જણાવ્યું કે, ખેડૂતોનાં દેવા માફીની યોજના ત્યાં સુંધી ચાલુ રહેશે જ્યાં સુધી તમામ ખેડૂતોને તેનો લાભ ન મળે.

    તેમણે વધુમાં જણાવ્યું કે આગામી ચાર દિવસમાં રાજ્યનાં 25 લાખ ખેડૂતોનાં દેવા માફ થઇ જશે અને આ પ્રક્રિયા ચાલુ રહેશે અને તમામ હકદાર ખેડૂતોને તેનો લાભ મળશે. 65 દિવસ પહેલા જ્યારથી સરકાર બની ત્યારથી ખેડૂતોનાં દેવા માફી માટે પ્રયાસ કરે છે અને એ વચન પુરુ કર્યુ છે”.

    આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કમલ નાથે દેવા માફીનાં સર્ટિફિકેટ વિતરણ પણ કર્યા હતા.

    મધ્યપ્રદેશનાં રાજગઢ જિલ્લામાં 144 કરોડ રૂપિયા ખેડૂતોનાં દેવા રૂપે માફ કર્યા છે.

    મધ્યપ્રદેશ સરકારનાં જણાવ્યા અનુસાર, સરકારે 55 લાખ ખેડૂતોનાં 50 હજાર કરોડ રૂપિયા માફ કર્યા છે.

    કમલ નાથે વધુમાં જણાવ્યું કે તેમની સરકાર એવા પ્રયાસો કરે છે કે લોકોને નોકરીઓ મળે અને રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ વધે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Crisis, Farmers Loan Waiver, MP CM Kamal Nath, ખેતીવાડી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन