ઉલટી કરવા મહિલાએ બસમાંથી બહાર જોયું, થાંભલાથી ટકરાઈને કપાઈ ગયું માથું

ઇનસ્પેક્ટર અરવિંદ કુજુરે જણાવ્યું કે બસને વધુ સ્પીડમાં ચલાવવાને લઈ ડ્રાઇવરની ધરપકડ કરી વાહનને જપ્ત કરી લેવામાં આવ્યું છે

News18 Gujarati
Updated: January 19, 2019, 11:57 AM IST
ઉલટી કરવા મહિલાએ બસમાંથી બહાર જોયું, થાંભલાથી ટકરાઈને કપાઈ ગયું માથું
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 19, 2019, 11:57 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: મધ્ય પ્રદેશના પન્નામાં ચાલતી બસમાંથી બારીની બહાર માથું કાઢવાના કારણે એક મહિલાનું માથું કપાઈ ગયું. આ ઘટનામાં તેનું માથું કપાઈને ધડથી અલગ થઈ ગયું અને મહિલાનું મોત થઈ ગયું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શબને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપી દીધું.

ઇનસ્પેક્ટર અરવિંદ કુજુરે જણાવ્યું કે બસને વધુ સ્પીડમાં ચલાવવાને લઈ ડ્રાઇવરની ધરપકડ કરી વાહનને જપ્ત કરી લેવામાં આવ્યું છે. ઘટના પન્નાના ડાયમંડ ચાર રસ્તા પાસેની છે.

ઈન્સ્પેક્ટર અરવિંદ કુજુરે જણાવ્યું કે સતના જિલ્લાથી પન્ના જઈ રહેલી બેસમાં 56 વર્ષીય આશા રાની નામની મહિલા સવાર હતી. મહિલાએ ઉલટી કરવા માટે માથું બસની બહાર કાઢ્યું. આ દરમિયાન તેનું માથું વીજળીના થાંભલા સાથે ટકરાઈ ગયું. તેના કારણે માથું ધડથી અલગ થઈને જમીન પર પડી ગયું.

ઇન્સ્પેક્ટર અરવિંદ કુજુરે જણાવ્યું કે મૃતક મહિલા નજીકના છતરપુર જિલ્લાની રહેવાસી હતી. શબને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપી દેવામાં આવ્યું છે. સાથોસાથ બસના ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.
First published: January 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...