Home /News /national-international /

MP રાજકીય સંકટ : આજે નહીં થાય ફ્લોર ટેસ્ટ, સુપ્રીમમાં શિવરાજની અરજી પર આજે સુનાવણી

MP રાજકીય સંકટ : આજે નહીં થાય ફ્લોર ટેસ્ટ, સુપ્રીમમાં શિવરાજની અરજી પર આજે સુનાવણી

મધ્‍ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડનની સાથે (ફાઇલ તસવીર)

સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે જણાવ્યું કે, અરજીમાં કેટલીક ખામીઓ છે. જો તે ખામીઓને દૂર કરી લેવામાં આવશે તો શિવરાજસિંહ ચૌહાણની અરજી પર મંગળવારે સુનાવણી થશે.

    નવી દિલ્હી : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે સોમવારે વિધાનસભામાં લાલજી ટંડન (Lalji Tondon)નું અભિભાષણ થયું. તેમના અભિભાષણ બાદ તરત જ વિધાનસભા 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભામાં કમલનાથ સરકાર (Kamal Nath Government)ને અલ્પમતમાં ગણાવતાં ફ્લોર ટેસ્ટની માંગવાળી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)તરફથી દાખલ અરજીમાં આગામી 48 કલાકની અંદર મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજી પર મંગળવારે સુનાવણી થવાની શક્યતા છે.

    બીજી તરફ, સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે જણાવ્યું કે, અરજીમાં કેટલીક ખામીઓ છે. જો તે ખામીઓને દૂર કરી લેવામાં આવશે તો શિવરાજસિંહ ચૌહાણની અરજી પર મંગળવારે સુનાવણી થશે.

    આ પહેલા સોમવારે મધ્ય પ્રદેશના રાજકારણે વધુ એક વળાંક લીધો હતો. કોરોના વાયરસનાં (Coronavirus) વધતા જતા પ્રકોપનાં કારણે મધ્ય પ્રદેશની વિધાનસભાની કાર્યવાહીને રાજ્યપાલ લાલજી ટંડનના એકદમ નાના સંબોધન બાદ 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જેનાથી કમલનાથ સરકારને રાહત મળી હતી. જેની સામે બીજપીએ ફ્લોર ટેસ્ટ લંબાવવાનાં વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

    પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દાખલ કરેલી આ અરજીમાં 48 કલાકની અંદર મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજીની મંગળવારે સુનાવણી થવાની શક્યતા છે. આ સિવાય જો સ્પીકર આગામી 10 દિવસની અંદર ધારાસભ્યોને અયોગ્ય ગણાવશે તો પણ આ મુદ્દો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. કોર્ટમાં તરત સુનાવણી થઈ તો 26 માર્ચ પહેલાં પણ ફ્લોર ટેસ્ટ થઈ શકે છે.

    આ પણ વાંચો, પશુપાલકો આનંદો : સાબર ડેરીએ દૂધના ભાવમાં 10થી 20 રૂપિયાનો વધારો કર્યો

    સોમવારે મધ્યપ્રદેશ વિધાનસભામાં જોરદાર હોબાળા વચ્ચે સત્તા પક્ષ અને વિપક્ષ બંને તરફથી નારા લગાવીને હંગામો કરવામાં આવ્યો હતો. આ હોબાળાને કારણે સ્પીકરે સંસદની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. મધ્યપ્રદેશ વિધાનસભામાં સોમવારનો દિવસ નાટકીય રાજકીય ઘટનાક્રમથી ભરપૂર રહ્યો હતો.

    રાજ્યપાલ ટંડને પોતાનું ભાષણ ખૂબ જ નાનું રાખ્યું હતું. તેમણે પોતાનું ભાષણ ફક્ત એક મિનિટમાં જ ટૂંકાવી દીધુ હતું અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. રાજ્યપાલે શાંતિપૂર્ણ રીતે સંસદીય પરંપરાઓ અને જવાબદારીઓને સ્થાપી રાખવાની અપીલ કરી હતી.

    આ પણ વાંચો, નિર્ભયા કેસ : દોષિતોના પરિજનોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે ઈચ્છામૃત્યુની મંજૂરી માંગી
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Floor test, Madhya pradesh, Shivraj singh chouhan, Supreme Court, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन