MP વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું BJP, કાલે થશે સુનાવણી

News18 Gujarati
Updated: March 16, 2020, 1:52 PM IST
MP વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું BJP, કાલે થશે સુનાવણી
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (ફાઇલ ફોટો)

મધ્યપ્રદેશ વિધાનસભામાં સોમવારનો દિવસ નાટકીય રાજકીય ઘટનાક્રમથી ભરપૂર રહ્યો હતો.

  • Share this:
ભોપાલ : મધ્ય પ્રદેશના (Madhya Pradesh) રાજકારણે વધુ એક વળાંક લીધો છે. કોરોના વાયરસનાં (Coronavirus) વધતા જતા પ્રકોપનાં કારણે મધ્ય પ્રદેશની વિધાનસભાની (Vidhansabha) કાર્યવાહીને રાજ્યપાલ લાલજી ટંડનના (Lalji Tondon) એકદમ નાના સંબોધન બાદ 26 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જેનાથી કમલનાથ સરકારને રાહત મળી ગઇ છે. જેની સામે બીજપીએ ફ્લોર ટેસ્ટ લંબાવવાનાં વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દાખલ કરેલી આ અરજીમાં 48 કલાકની અંદર મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજીની મંગળવારે એટલે કાલે સુનાવણી થવાની શક્યતા છે. આ સિવાય જો સ્પીકર આગામી 10 દિવસની અંદર ધારાસભ્યોને અયોગ્ય ગણાવશે તો પણ આ મુદ્દો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. કોર્ટમાં તરત સુનાવણી થઈ તો 26 માર્ચ પહેલાં પણ ફ્લોર ટેસ્ટ થઈ શકે છે.

આ પણ વાંચો : MPનું વિધાનસભાનું બજેટ સત્ર 26 માર્ચ સુધી સ્થગિત, રાજ્યપાલે એક જ મિનિટમાં પુરૂં કર્યું અભિભાષણ

મધ્યપ્રદેશ વિધાનસભામાં જોરદાર હોબાળા વચ્ચે સત્તા પક્ષ અને વિપક્ષ બંને તરફથી નારા લગાવીને હંગામો કરવામાં આવ્યો હતો. આ હોબાળાને કારણે સ્પીકરે સંસદની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. મધ્યપ્રદેશ વિધાનસભામાં સોમવારનો દિવસ નાટકીય રાજકીય ઘટનાક્રમથી ભરપૂર રહ્યો હતો.

આ પણ વાંચો :  કોરોના વાયરસ સામેની લડાઇમાં પીએમ મોદીએ જીત્યું પાકનાં પૂર્વ સાસંદનું દિલ, ઇમરાનને કહ્યું ન કહેવાનું

રાજ્યપાલ ટંડને પોતાનું ભાષણ ખૂબ જ નાનું રાખ્યું હતું. તેમણે પોતાનું ભાષણ ફક્ત એક મિનિટમાં જ ટૂંકાવી દીધુ હતું અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. રાજ્યપાલે શાંતિપૂર્ણ રીતે સંસદીય પરંપરાઓ અને જવાબદારીઓને સ્થાપી રાખવાની અપીલ કરી હતી.આ વીડિયો પણ જુઓ 
First published: March 16, 2020, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading