Home /News /national-international /MP Bishop Case: D-કંપની સાથે જોડાયેલા MPના પાદરી પીકે સિંહના તાર દાઉદના માણસ સાથે જોડાયેલા હોવાની ચર્ચા

MP Bishop Case: D-કંપની સાથે જોડાયેલા MPના પાદરી પીકે સિંહના તાર દાઉદના માણસ સાથે જોડાયેલા હોવાની ચર્ચા

મધ્ય પ્રદેશના પાદરી સામે તપાસ હાથ ધરવામાં આવી છે - ફાઇલ તસવીર

MP Bishop Case:ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સૂત્રોના માધ્યમથી પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ પ્રમાણે, પાદરી પીકે સિંહ અને રિયાઝ ભાટી વચ્ચે કથિત રીતે એક ડીલ થઈ હતી, જેના તાર મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે, રિયાઝ ભાટી કથિત રીતે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ખાસ માણસ છે.

વધુ જુઓ ...
    ભોપાલઃ મધ્ય પ્રદેશ પોલીસ અને આર્થિક અપરાધ વિભાગ સહિત કેટલીક કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના મોડરેટપર પાદરી પીકે સિંહ સામે તપાસ ઝડપી કરી નાંખી છે. ત્યારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સૂત્રોના માધ્યમથી પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ પ્રમાણે, પાદરી પીકે સિંહ અને રિયાઝ ભાટી વચ્ચે કથિત રીતે એક ડીલ થઈ હતી, જેના તાર મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે, રિયાઝ ભાટી કથિત રીતે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો માણસ છે. મધ્ય પ્રદેશ ઇઓડબલ્યૂએ 8 સપ્ટેમ્બરે પાદરી પીકે સિંહના ઘર અને કાર્યાલયની તપાસ હાથ ધરી હતી. જેમાં 18 હજાર ડોલર એટલે કે અંદાજે 2 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. તેના એક દિવસ પહેલાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઇઓડબલ્યૂને આ રૂપિયાનો ઉપયોગ ધર્માંતરણ કે અન્ય કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો તેની તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા હતા.

    2016માં રિયાઝ ભાટીને જિમખાના લીઝ પર આપ્યું હતું


    છત્તીસગઢના એક સામાજિક કાર્યકર્તા નિલેશ લોરેન્સ, જેની ફરિયાદને કારણે ઇઓડબલ્યૂએ કાર્યવાહી કરી હતી, તેમણે આરોપ લગાવ્યો છે કે, પાદરીએ 2016માં સીએનઆઈની એક પ્રમુખ સંપત્તિ ‘જિમખાના’ને રિયાઝ ભાટીને લીઝ પર આપી હતી. સીએનઆઇ જિમખાના, એક બ્રિટિશકાલિન ઇમારત છે. લોરેન્સે દાવો કર્યો હતો કે, પાદરી પીકે સિંહે સીએનઆઈની આ પ્રોપર્ટી રિયાઝ ભાટીને અંદાજે 3 કરોડ રૂપિયામાં લીઝ પર આપી હતી. લોરેન્સે પીકે સિંહ સામે તપાસની માગ કરી પ્રધાનમંત્રી કાર્યાલયથી માંડીને પ્રવર્તન નિદેશાલયને પણ ફરિયાદ મોકલી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મુંબઈના વર્સોવા નિવાસી રિયાઝ ભાટી, જેને દાઉદનો શંકાસ્પદ સહાયક માનવામાં આવે છે, તેણે સીએનઆઈની સંપત્તિ લીઝ પર આપવા માટે વાંધો ઉઠાવ્યો હતો.

    આ પણ વાંચોઃ Donald Trumpને અમેરિકન પાદરીએ કહ્યા મસીહા

    રિયાઝ ભાટી સામે અનેક ગુના, મુંબઈ પોલીસ શોધે છે


    રિયાઝ ભાટીને મુંબઈ પોલીસે થોડા દિવસ પહેલાં જ જબરદસ્તી વસૂલી કરવા મામલે આરોપી બનાવ્યો હતો. તેની પર ખંડણી, જમીન હડપવી, ફ્રોડ કરવું, લોકોને ફસાવવા અને ફાયરિંગ કરવા જેવા કેસ દાખલ થયેલા છે. તેણે 2015 અને 2020માં કથિત રીતે બોગસ પાસપોર્ટનો ઉપયોગ કરી દેશમાંથી ભાગવાની કોશિશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ કેસમાં અદાલતે સપ્ટેમ્બરમાં તેના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. ત્યારથી તે ફરાર છે. મુંબઈ પોલીસ હાલ તેની શોધખોળ કરી રહી છે. પીકે સિંહ સામે એમપી ઇઓડબલ્યૂએ ડાયોકેસન સ્કૂલોમાંથી ફી તરીકે 2.7 કરોડ રૂપિયાથી વધુ રૂપિયાનું ફ્રોડ કરવા મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાદરી જર્મનીમાં હોવાની વાત જાણવા મળી હતી. પીકે સિંહ પર ડાયોકેશન શિક્ષા બોર્ડના નેતૃત્વને બદલવા માટે કથિત રીતે ફ્રોડ અને ફસાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Madhya pradesh, Madhya pradesh news, MP Crime

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन