Home /News /national-international /Ex ગર્લફ્રેન્ડને ગોળી મારીને નદીમાં કૂદી ગયો બાદલ પટેલ, પૂર્વ પ્રેમિકાની બેવફાઈથી હતો નારાજ

Ex ગર્લફ્રેન્ડને ગોળી મારીને નદીમાં કૂદી ગયો બાદલ પટેલ, પૂર્વ પ્રેમિકાની બેવફાઈથી હતો નારાજ

અનિભા હત્યા કેસ, ઇનસેટમાં બાદલ પટેલ

Crime News: પ્રેમી જેલમાં હતો ત્યારે તેની પ્રેમિકા અનિભાનું મની ટ્રાન્સેક્શન કંપનીના મેનેજર સાથે અફેર શરૂ થઈ ગયું હતું. આ દરમિયાન બાદલ પટેલ જેલમાંથી છૂટીને બહાર આવ્યો તો તેને તેની માશુકાની બેવફાઈ વિશે જાણ થઈ હતી.

ભોપાલ: પ્રેમ પાછળ પાગલ થયેલી વ્યક્તિ કઈ પણ કરી શકે છે અને પ્રેમમાં દગો મળે તો તે કોઈનો જીવ પણ લઈ શકે છે, આ સાથે પોતાનો જીવ આપી પણ શકે છે. આવું જ કંઈક મધ્ય પ્રદેશના જબલપુર (Jabalpur) જિલ્લામાં બન્યું છે. જ્યાં પરિણીત યુવકે પહેલા તેની બેવફા પ્રેમિકાને ગોળી મારીને મોતના ઘાટ (Gir shot dead in car) ઉતારી દીધી હતી અને પછી નદીમાં કૂદીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આખી ઘટના પરથી પડદો ઊંચક્યો હતો.

આ ઘટના જબલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જોગણીનગર રામપુરના રહેવાસી અનિભા (Anibha Murder case)ની લાશ કારમાંથી મળી આવી હતી, તેની હત્યા ગોળી મારીને કરવામાં આવી હતી. પોલીસે લાશને કબજે કરી ઘટનાની તપાસ શરૂ કરી હતી. યુવતીની હત્યાનો શક તેના પૂર્વ પ્રેમી બાદલ પટેલ (Badal Patel) ઉપર જઈ રહ્યો હતો.

પરંતુ યુવતીની લાશ મળી તેના ત્રણ દિવસ પછી બાદલ પટેલની લાશ પણ પોલીસને તિલવારા પૂલની નજીકથી પાણીમાંથી મળી આવી હતી. મૃતક બાદલ પટેલ વ્યવસાયે પત્રકાર હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે થોડા દિવસ પહેલા નકલી પત્રકાર ગેંગ પર પોલીસે કરેલી કાર્યવાહીમાં બાદલ પટેલને પણ પકડવામાં આવ્યો હતો અને તેને જેલ પણ જવું પડ્યું હતું.

બેવફાઈથી ગુસ્સો હતો બાદલ


તે જેલમાં હતો ત્યારે તેની પ્રેમિકા અનિભાનું મની ટ્રાન્સેક્શન કંપનીના મેનેજર સાથે અફેર શરૂ થઈ ગયું હતું. આ દરમિયાન બાદલ પટેલ જેલમાંથી છૂટીને બહાર આવ્યો તો તેને તેની માશુકાની બેવફાઈ વિશે જાણ થઈ હતી. આ જાણીને તે ખૂબ ગુસ્સે થયો હતો.

આ પણ વાંચો: બસમાંથી મૃતદેહ મળવાનો મામલો: મૃતકે અંતિમ કોલમાં ભાઈ સાથે કરી હતી આ વાત

આ પછી તેને પ્રેમિકાને સમજાવવા માટે અથવા મેનેજરને બ્લેકમેલ કરવાના ઇરાદાથી આઈ.ટી.પાર્ક સ્થિત તેની ઓફિસની બહાર અનિભાને બોલાવી હતી. ત્યારબાદ તેને તેના મિત્રની કારમાં બેસાડીને નર્મદા પુલ પર લઈ ગયો હતો. જ્યાં બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો અને વાત વધી જતા બાદલ પટેલે ત્યાં જ અનિભાને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. પછી તેની લાશને ત્યાં જ કારમાં છોડીને પોતે નર્મદા નદીમાં કૂદી ગયો હતો.

હત્યા બાદ પોતે પણ નદીમાં કૂદી ગયો


હત્યા કર્યા બાદ બાદલ પટેલે નદીમાં છલાંગ લગાવી દીધી હશે તેવી શંકાએ પોલીસ ઘટનાના દિવસથી જ નર્મદા નદીમાં આરોપી બાદલ પટેલને શોધતી હતી. આ દરમિયાન 25 જુલાઈએ સવારે આઠ વાગે સ્થાનિક નાવિકોને નદીમાં મૃતદેહ જોવા મળ્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી અને લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. બરેલા થાના પોલીસ લાપતા બાદલ પટેલના પરિજનોને સાથે લઈને સ્થળ પર પહોંચી હતી અને લાશની ઓળખ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પ્રેમિકા બની પ્રેમીની માતા! પ્રેમમાં દગો મળતા પ્રેમીના પિતા સાથે જ લગ્ન કરી લીધા

આ ઘટના અંગે ડી.એસ.પી અપૂર્વ કિલેદારે જણાવ્યું કે, તિલવારા પૂલની નજીકથી લાશ મળ્યા બાદ પોલીસ કર્મચારી ત્યાં પહોંચ્યા હતાઅને ભાગેડુ બાદલ પટેલના પિતા સુરેન્દ્ર તેલનિવાસી બીલપુરાએ પોતાના પુત્રની ઓળખ કરી હતી. એ પછી પોલીસે પાંચનામાની પ્રક્રિયા રૂપે લાશને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ મોકલી દીધી હતી.
First published:

Tags: Love, Madhya pradesh, ગુનો, હત્યા