સતના: મધ્ય પ્રદેશના સતનામાં એક ભયંકર માર્ગ દુર્ઘટનામાં 6 સ્કૂલ સ્ટુડન્ટ સહિત સાત લોકોના મોત થયાં છે, જ્યારે લગભગ દસ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ બાળકો સ્કૂલ વાહનથી કોન્વેન્ટ સ્કૂલ જઈ રહ્યા હતા.
ઘટના સતનાના સભાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વિરસિંગપુર વિસ્તારની છે જ્યાં એક સ્કૂલ વાહન અને બસ વચ્ચે ટક્કર થઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલ વાહનમાં બેઠેલા 6 બાળકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા, જ્યારે અન્ય એકનું પણ મોત થયું છે. બીજી તરફ, દસ અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ આસપાસના લોકોએ ઘટનાસ્થળે પહોંચીને શબોને બહાર કાઢી.
એક સ્કૂલ વાહન અને બસ વચ્ચે થઈ ટક્કર, 6 બાળકોનાં ઘટનાસ્થળે જ થયાં મોત
દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતક બાળકની ઓળખ કરી તેમના પરિજનોને જાણકારી આપી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું શરૂ કર્યું. ત્યારબાદ ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. પ્રથમ દૃષ્ટિએ કહેવામાં આવી રહ્યું છે કે બસની સ્પીડ વધુ હોવાના કારણે આ ઘટના બની જોકે હજુ ચોક્કસ કારણ વિશે જાણી નથી શકાયું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર