MP: માર્ગ અકસ્માતમાં પંચ જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી સહિત 5 લોકોનાં મોત

News18 Gujarati
Updated: June 22, 2020, 10:47 AM IST
MP: માર્ગ અકસ્માતમાં પંચ જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી સહિત 5 લોકોનાં મોત
મહંત સોમેશ્વર ગિરી પોતાના સાથીઓ સાથે અમદાવાદથી લખનઉ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો

મહંત સોમેશ્વર ગિરી પોતાના સાથીઓ સાથે અમદાવાદથી લખનઉ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો

  • Share this:
ગુનાઃ રાયગઢ જિલ્લામાં NH-52 પર ભીષણ માર્ગ અકસ્માત (Road Accident)માં પંચ દસાનન જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી સહિત 5 લોકોનાં મોત થયા છે. બાકી ચારેય મૃતક ઇન્દોરના એક જ પરિવારના સભ્યો છે. પતિ-પત્ની અને તેમના બે દીકરાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહંત ગિરી પોતાના સાથીઓ સાથે અમદાવાદથી લખનઉ જઈ રહ્યા હતા.

રાયગઢ જિલ્લામાં NH-52 પર સારંગપુરની પાસે વેગન-આર અને ઇનોવા વચ્ચે જોરદાર ટક્કરમાં પાંચ લોકોનાં મોત અને 4 ઘાયલ થયા છે. બાયપાસની નજીક વેગન-આર અને નજોવા ગાડી સામસામે ટકરાઈ ગઈ. અકસ્માત એટલો જોરદાર હતો કે વેગન-આરને ભારે નુકસાન થયું. વેગન-આરમાં ઇન્દોરનો યાદવ પરિવાર સવાર તો જે ગુનાથી પરત પોતાના ઘરે ઈન્દોર જઈ રહ્યો હતો. ચારેયનું ઘટનાસ્થળે મોત થઈ ગયું. મૃતકોના નામ અમર સિંહ, તેમની પત્ની સિયા દુલારી, દીકરો શૈલેષ અને મોહિત છે. બીજી તરફ, ઈનોવો ગાડીમાં સવાર પંચ દસાનન જૂના અખાડાના અધ્યક્ષ મહંત સોમેશ્વર ગિરી અમદાવાદથી લખનઉ જઈ રહ્યા હતા. દુર્ઘટનામાં તેમના સાથી ઘાયલ થયા છે.


આ પણ વાંચો, કાનપુરઃ શેલ્ટર હોમની 2 નહીં 7 સગીરા ગર્ભવતી, SSPએ કરી આ સ્પષ્ટતા


જોરદાર ધડાકો સાંભળી ઘટનાસ્થળ તરફ લોકો ભાગ્યા

બે ગાડીઓ વચ્ચે અકસ્માત એટલો જોરદાર હતો કે ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. અવાજ સાંભળતા જ નજીકના વિસ્તારના લોકો અને રસ્તા પરથી પસાર થતા લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળ તરફ દોડ્યા. ઘટના અંગેની જાણ થતાં જ સારંગપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું.

ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ 4 લોકોનાં મોત થઈ ગયયા અને બાકી 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. જૂના અખાડાના મહંતનું સારવાર દરમિયાન અવસાન થયું. મળતી માહિતી મુજબ બંને ગાડીઓ વધુ સ્પીડમાં હતી.

(ગુનાથી વિકાસ દીક્ષિતનું ઇનપુટ)

આ પણ વાંચો, આર્મી માટે 2018માં લેવામાં આવેલો સરકારનો નિર્ણય હવે ચીન માટે બનશે મુસીબત!
First published: June 22, 2020, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading