ભોપાલ: મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈ બુધવારે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે પોલિંગ ઓફિસર તરીકેની ફરજ બજાવતાં ત્રણ અધિકારીઓના હાર્ટ અટેકથી મોત થયા છે. મળતી માહિતી મુજબ, ગુનામાં એક અને ઇન્દોરમાં બે અધિકારીઓના હાર્ટ અટેકથી મોત થયાં છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. વિધાનસભાની 230 સીટો માટે રાજ્યના 52 જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે. ઇલેક્શન કમીશને શાંતિપૂર્ણ મતદાન માટે પૂરતી તૈયારીઓ કરી છે. રાજ્યમાં 1.8 લાખથી વધુ સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈને 5 વાગ્યા સુધી ચાલશે. માત્ર નક્સલ પ્રભાવિત બાલાઘાટ જિલ્લાની 3 સીટો માટે સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે.
One Election Commission official in Guna, and two in Indore have passed away due to cardiac arrest #MadhyaPradeshElections
શ્યોપુરમાં મતદાન દરમિયાન નકલી વોટિંગની ફરિયાદ પર વિવાદ થતાં કોંગ્રેસ અને બીએસપીના એજન્ટ અંદરોઅંદર બાખડી પડ્યા. બંને પાર્ટીઓના કાર્યકર્તાઓની વચ્ચે પથ્થરમારો થયો. આ ઘટના વિજયપુર વિસ્તારના બાંગરોદ ગામના મતદાન કેન્દ્રમાં બની.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર