હવે ગુરૂગ્રામમાં અપાયું 59 હજાર રૂપિયાનું ચલણ, જાણો - શું છે મામલો

News18 Gujarati
Updated: September 4, 2019, 6:57 PM IST
હવે ગુરૂગ્રામમાં અપાયું 59 હજાર રૂપિયાનું ચલણ, જાણો - શું છે મામલો
ટ્રાફિક પોલિસે એક વાહનને 59 હજાર રૂપિયાનું ચલણ ફાડ્યું

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન બાદ હવે ચલણ પર તેની સીધી અસર જોવા મળશે. હરિયાણાના ગુરૂગ્રામમાં ટ્રાફિક પોલિસે એક વાહનને 59 હજાર રૂપિયાનું ચલણ ફાડ્યું

  • Share this:
મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન બાદ હવે ચલણ પર તેની સીધી અસર જોવા મળશે. હરિયાણાના ગુરૂગ્રામમાં ટ્રાફિક પોલિસે એક વાહનને 59 હજાર રૂપિયાનું ચલણ ફાડ્યું છે. આ ચલણ આપવામાં આવ્યું છે ટ્રેક્ટર ટ્રોલીને. આ પહેલા ગુરૂગ્રામમાં જ એક સ્કૂટી ચાલકને 23 હજાર રૂપિયાનું ચલણ આપવામાં આવ્યું હતું.

મંગળવારે બપોરે સીટીના ન્યૂ કોલોની મોડ પર ટ્રાફિક પોલિસે આ કાર્યવાહી કરી. તેમાં લાયસન્સ વગર, વિમા વગર, આરસી બુક વગર, દારૂ પીને ઝડપથી ટ્રેક્ટર ભગાવવા, તથા બાઈક સવારને ખતરનાક ડ્રાઈવિંગ કરી ટક્કર મારી મારપીટ કરવાનું ચલણ આપવામાં આવ્યું છે. ટ્રેક્ટરને ઈમ્પાઉન્ડ પણ કરી દેવામાં આવ્યું છે. શહેરના કેટલાએ ભાગમાં લાખો રૂપિયાના ચલણ આપવામાં આવ્યા છે.

ગુરૂગ્રામ પોલીસના એસીપી સમશેર સિંહે જણાવ્યું કે, અમે બે સપ્ટેમ્બરના રોજ કુલ 950 ચલણ જ્યારે 3 સપ્ટેમ્બરે 740 ચલણ ફાડ્યા છે. મારી સલાહ છે કે, નિયમનું સખત પાલન થવું જોઈએ. જે ટ્રાફિકના નિયમો છે તેને પાલન કરો તેનાથી વાહન ચાલકને ફાયદો થશે, અને બીજાને પણ ફાયદો થશે. 20 હજાર, 25 હજારના ચલણ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફાડવામાં આપવામાં આવે છે. જો તમારા પેપર બાદમાં પણ આપશો તો સોફ્ટવેરમાં અપડેટ કરી તમારૂ ચલણ ઓછુ થઈ જશે.

રિક્ષા ચાલકને 32500 રૂપિયાનું ચલણ
ગુરૂગ્રામમાં જ એક રિક્ષાનું પણ ભારે ભરખમ ચલણ ફાડવામાં આવ્યું છે. તેને 32500 રૂપિયા ચુકવવા પડશે. આ ચલણ ગુરૂગ્રામના બ્રિસ્ટલ ચોક પર ફાડવામાં આવ્યું છે. ચાલક પાસે આરસી, ડીએલ, પોલ્યુશન સર્ટિફિકેટ, ઈન્શ્યોરન્સ અને નંબર પ્લેટ માટે દોષી માનવામાં આવ્યો.

પોલ્યુશન સર્ટી બનાવવા માટે ઠેર-ઠેર લાગી ભીડનવા મોટર વ્હીકલ એક્ટમાં દંડ એટલો હાઈ છે કે, હવે બાઈક અને કાર ચાલકો પીયુસી બનાવવા માટે તેના કેન્દ્રો પર ભીડ લાગી રહી છે. લોકો વિચારી રહ્યા છે કે, પચાસ રૂપિયાના સર્ટિફિકેટ માટે કેમ મોટો દંડ ભરે.
First published: September 4, 2019, 6:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading