પર પૂરૂષ સાથે સંબંધ બનાવી રહી હતી મહિલા, દીકરો જોઈ ગયો તો કરી દીધી હત્યા

દીકરાનો ગુનો એટલો જ હતો કે, તેણે પોતાની જનેતાને પર-પુરૂષ સાથે સંબંધ બનાવતા જોઈ લીધી હતી.

News18 Gujarati
Updated: November 7, 2019, 7:22 PM IST
પર પૂરૂષ સાથે સંબંધ બનાવી રહી હતી મહિલા, દીકરો જોઈ ગયો તો કરી દીધી હત્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 7, 2019, 7:22 PM IST
બિહારના મોતિહારીથી જનેતાને લાંછન લાગે તેવી અને માનવીય સંવેદના અને સંબંધોને કલંકિત કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક જનેતાએ અવૈધ સંબંધોને છુપાવવા માટે પોતાના જ દીકરાની હત્યા કરી દીધી છે. દીકરાનો ગુનો એટલો જ હતો કે, તેણે પોતાની જનેતાને પર-પુરૂષ સાથે સંબંધ બનાવતા જોઈ લીધી હતી.

આ ઘટના ચિરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના રમાપુરની છે. બતાવવામાં આવી રહ્યું છે કે, મહિલાએ ગળુ દબાવી દીકરાની હત્યા કરી દીધી. મૃતકના કાકા ઉદય કુમાર અનુસાર, અવૈધ સંબંધમાં બાળકની માએ તેની હત્યા કરી દીધી. તો ગ્રામજનોએ પણ કહ્યું કે, મહિલાનો અવૈધ સંબંધ કોઈ અન્ય વ્યક્તિ સાથે હતો. આ દરમિયાન દીકરો માતાને અન્ય પુરૂષ સાથે સંબંધ બનાવતા જોઈ ગયો, ત્યારબાદ મહિલાએ પકડાઈ જવાના ડરે દીકરાને ગળુ દબાવી મારી નાખ્યો.

ઘટનાની જામકારી મળવા પર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બાલકની બોડીને કબજામાં લઈ પોસ્ટમાર્ટમ માટે મોતિહારી સિવિલ હોસ્પિટલ મોકલી દીધી છે. પોલીસ હાલમાં મામલાની તપાસમાં લાગી ગઈ છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ પણ કરી લીધી છે, અને હવે તેની કડક પૂછતાછ શરૂ કરવામાં આવી છે. પોલીસ મૃત બાળકના પિતાની પણ પૂછતાછ કરી રહી છે.

એક મા દ્વારા અવૈધ સંબંધમાં પોતાના પુત્રની હત્યા કરવાની ઘટના વાયુ વેગે ફેલાતા પૂરા વિસ્તારમાં ઘટનાને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, મહિલાને કયા અન્ય પુરૂષ સાથે સંબંધ હતો, તેને પણ શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
First published: November 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...