સાત વર્ષની બાળકી સાથે રેપ કરીને ફેકી દીધી રસ્તા પર, આરોપી ફરાર

પ્રતિકાત્મક તસવીર

બિહારના મોતિહારી જિલ્લામાં એક સાત વર્ષની બાળકી સાથે રેપનો મામલો સામે આવ્યો છે. રેપ બાદ આરોપી બાળકીને રસ્તા પર ફેકીને ફરાર થઈ ગયો.

 • Share this:
  બિહારના મોતિહારી જિલ્લામાં એક સાત વર્ષની બાળકી સાથે રેપનો મામલો સામે આવ્યો છે. રેપ બાદ આરોપી બાળકીને રસ્તા પર ફેકીને ફરાર થઈ ગયો. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે લોકોએ આ ઘટનાના સમચાર મળ્યા તો આક્રોશિત ગામલોકોએ આરોપીના ઘરને ઘેરી લીધો હતો. પોલીસે આરોપીના પરિજનોને કસ્ટડીમાં લઈ લીધા છે.

  મળતી જાણકારી અનુસાર, આ ઘટના સોમવાર સાંજ 7 વાગ્યાની છે. બાળકી રમવા માટે બહાર નિકળી હતી, ઘણી વાર હોવા છતાં બાળકી ઘરે પરત ના ફરી તો પરિવારનો લોકોએ તેની શોધ-ખોળ શરૂ કરી દીધી હતી. ગામના લોકોને તે બાળકી ખેતર પાસે આવેલા રસ્તા પર પડેલી મળી આવી હતી. તેના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું.

  બાળકીને તાત્કાલિત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. બાળકીએ ભાનમાં આવ્યા બાદ આરોપીઓના નામ જણાવ્યા હતા. તે પછી ગામમાં તણાવની પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. હાલમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. બાળકીના નિવેદનના આધારે આરોપીના પરિવારને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે.
  Published by:Mujahid Tunvar
  First published: