Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા
અર્જુન અને રાખીની તસવીર

માતાએ પુત્ર અર્જુન અને પુત્રવધૂ રાખીની હત્યા કર્યા બાદ બંનેની લાશોને અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. હત્યાને આત્મહત્યામાં ખપાવવાની પણ કોશિશ કરી હતી.

  • Share this:
    દેવાશિષ ચક્રવર્તી, હુગલીઃ આજે 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે (valentine day) છે. આજનો દિવસ પ્રેમની અભિવ્યક્તીનો દિવસ છે. જોકે, આજના દિવસે એક માતાના હાથ (mother killed son) પુત્રના લોહીથી રંગાયા હતા. પશ્વિમ બંગાળના (west bengal) હુગલીમાં ઓનર કિલિંગનો (owner killing) કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પ્રેમમાં ભાગીને લગ્ન (love marriage) કરનાર પોતાના પુત્ર અને તેની પત્નીની હત્યા કરી નાંખી હતી. પોલીસે (police arrested mother) માતા સહિત પાંચ લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

    મળતી માહિતી પ્રમાણે પશ્વિમ બંગાળના અરુબાગ હુગલીના મંસેલામાં રહેનારા અર્જુન દલુઈ અને પાડોશમાં રહેનારી રાખી પ્રમાણિક વચ્ચે લાંબા સમયથી પ્રેમ ચાલતો હતો. જોકે, આ સંબંધી અર્જુનના પરિવારના લોકો ખુશ ન હતા. જેના પગલે અર્જુન અને રાખીએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.



    આ સાથે જ 26મી જાન્યુઆરીએ અર્જુન અને રાખી કોઈને કહ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા અને લગ્ન કરી લીધા હતા. થોડો સમય બહાર ફર્યા બાદ અર્જુનના સંબંધીના ત્યાં બંનેએ શરણ લીધી હતી. જોકે આ વાતની જાણ અર્જુનની માતાને પડતા તે પોતાના પુત્ર અને પુત્રવધૂને લેવા માટે સંબંધીના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં બંનેને સમજાવાની કોશિશ કરી હતી. અને ઘરે લઈને આવ્યા હતા. યુવતીને તેના ઘરે જવા માટે પણ કહ્યું હતું. જોકે, બંને માન્યા ન હતા.

    આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

    આ પણ વાંચોઃ-માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

    જેથી ગુસ્સે ભરાયેલી માતાએ બંનેની હત્યા કરાવનો પ્લાન ઘડ્યો હતો. માતાએ તકનો લાભ લઈને અર્જુન અને પુત્રવધૂ રાખીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને બંનેની લાશોને અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. હત્યાને આત્મહત્યામાં ખપાવવાની પણ કોશિશ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત શ્વાસ રૂંધાવાથી થયાનું બહાર આવ્યું હતું.

    આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

    પોલીસને અવાવરું જગ્યાએ યુવક અને યુવતીની લાશ મળી હતી. અને તેની ઓળખ માટે દરેક પોલીસ સ્ટેશનમાં ફોટો પહોંચાડ્યો હતો. ત્યારબાદ બંને મૃતકોની ઓળખ અર્જૂન અને રાખીના રૂપમાં થઈ હતી. ત્યારબાદ પોલીસે અર્જૂનની માતાની પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો.



    અને પોલીસે બંનેની હત્યાના આરોપમાં માતા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાવડા અને હુગલી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
    Published by:ankit patel
    First published:February 14, 2021, 19:35 pm

    ટૉપ ન્યૂઝ