Viral Video: દીકરીએ માતાને તેનો ફેવરેટ શો 'અનુપમા' જોતાં કરી ડિસ્ટર્બ, પછી જુઓ શું થયું

વીડિયોમાંથી લીધેલી તસવીર

Viral video: આ વાયરલ વિડીયોમાં અનિતા ગુપ્તા રુપાલી ગાંગુલી અભિનીત ટેલિવિઝન 'શો અનુપમા' જોઈ રહી છે

  • Share this:
હાલમાં ઈન્સ્ટાગ્રામ યુઝર છબી ગુપ્તાનો (Chabi Gupta) એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થયેલા વિડીયોમાં છબી તેની માતાને (Chabi Gupta mother viral video) 35000ની કિંમતનો ગુચી બેલ્ટ (Gucci Belt) બતાવી રહી છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે છબીની માતાને આ બેલ્ટ પસંદ આવ્યો નથી. વિડીયોમાં છબીની માતા બેલ્ટને કોઈ સ્કૂલ બેલ્ટ (school belt) જેવો દેખાઈ રહ્યો હોવાનું કહીને છબીને ટ્રોલ કરતા પણ દેખાઈ રહ્યા છે.

છબીને આ પ્રકારે ટ્રોલ કરવાને લઈને આ વિડીયો બાદ તેની માતા અનિતા ગુપ્તા ફેમસ થઈ ગઈ છે. વિડીયોમાં જે બેલ્ટને તે ટ્રોલ કરતા દેખાઈ રહ્યા છે તે જ બેલ્ટને સાડી પર પહેરી તેને ડીએસપી બેલ્ટ જેવો દેખાતો હોવાની વાત કરતા તે જેવા મળી રહ્યા છે. તેમનો બેલ્ટવાળો ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને ઈન્સ્ટા યુઝર તેના પર સારી પ્રતિક્રિયા અને લાઈક્સ આપી રહ્યા છે.

ત્યારે હવે ઈન્સ્ટાગ્રામ પર રેગ્યુલર મોમ (Regular Mom) નામના પેજ પર વધુ એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જે સોશ્યલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે. આ ઈન્ટાગ્રામ પેજ અનિતા અને છબી દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે.




આ વાયરલ વિડીયોમાં અનિતા ગુપ્તા રુપાલી ગાંગુલી અભિનીત ટેલિવિઝન 'શો અનુપમા' જોઈ રહી છે, તે જ સમયે છબી લિવિંગ રુમમાં અનિતા સાથે વાત કરવા આવે છે. જેની પ્રતિક્રિયા આપતા અનિતા કહે છે, મને કેમ બોલાવે છે? દેખાતું નથી હું મારો ફેવરેટ શૉ અનુપમા જોઈ રહી છું. ત્યારબાદ છબી સ્માઈલ કરે છે અને પોતાના એક્સટેન્શન કોર્ડ વિશે પુછે છે.

વિડીયોમાં છબી કહે છે કે, હવે મારે એક્ટેન્શન કોર્ડનું કામ પતી ગયું, હવે આને ક્યાં મુકું? ત્યારે તેની માતા ગુસ્સામાં કહે છે, 'મારા માથા પર'.

વિડીયોના કેપ્શનમાં છબીએ રુપાલી ગાંગુલી બધું જ અટેંશન લઈ ગઈ. તેમ લખ્યું છે.




આ વિડીયોને સોશિયલ મિડીયામાં 2.7 લાખ વ્યુઝ અને લગભગ 21,000 લાઈક્સ પણ મળી ચુકી છે. ઘણાબધા લોકોને આ વિડીયો રિલેટેબલ લાગી રહ્યો છે.

એક સોશિયલ મિડીયા યુઝરે કહ્યું કે મારી માં પણ આવું જ કહે છે. બીજા યુઝરે કહ્યું, મારી માં જ્યારે પણ અનુપમા જુએ ત્યારે તેમને કોઈ કંઈ કહી શકતું નથી. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, મારી માં એ તો એ વસ્તું મારા મોઢે મારી દીધી હોય. અન્ય એક યુઝરે રમૂજ કરતા કહ્યું કે, આ એક્ટ પ્રોફેશનલ લોકોની દેખરેખમાં કરવામાં આવ્યો છે, ઘરે પોતાની માં જોડે તેને ટ્રાય કરવો નહીં.




રુપાલી ગાંગુલી દ્વારા અભિનીત અનુપમાં સોશિયલ મિડીયા પર ખુબ ચર્ચામાં છે સાથે જ દરેક ઘરમાં પણ લોકપ્રીય છે. આ શોમાં એક આધેડ મહિલાની વાર્તા દર્શાવવામાં આવી છે જે પોતાની આખી જિંદગી પોતાના પરિવાર માટે આપે છે છતા પણ તેને જશ મળતો નથી.

ત્યાર બાદ શોમાં તે પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો નિર્ણય કરે છે અને તલાક બાદ પોતાનાં જીવન અને કરિયરની નવી શરુઆત કરે છે. તેની ઉંમરની મહિલાઓ શું કરી શકે જેવા રુઢીવાદી વિચારને તોડવાને પ્રયત્ન શોમાં કરતી દેખાય છે.
Published by:Kaushal Pancholi
First published: