કળિયુગી પુત્ર! ઘરની બહાર ખુરશીમાં બેઠી હતી માતા, જમીન વિવાદમાં સાવકા પુત્રએ મારી દીધી ગોળી

કળિયુગી પુત્ર! ઘરની બહાર ખુરશીમાં બેઠી હતી માતા, જમીન વિવાદમાં સાવકા પુત્રએ મારી દીધી ગોળી
પ્રતિકાત્મક તસવીર

મુગલી દેવી પોતાના ઘરની બહાર ખુરશી લગાવીને બેઠી હતી. ત્યારે સાવકો પુત્ર આવ્યો અને માતાને ગોળી મારી દીધી હતી અને તમંચો ત્યાં જ છોડીને ફરાર થયો હતો.

 • Share this:
  બિહારઃ બિહારના (Bihar) કેમૂર જિલ્લામાં એક કળિયુગી પુત્રની હેવાનિયતની ઘટના સામે આવી છે. સાવકા પુત્રએ (Step son) માતાને ગોળી મારીને (Firing on mother) ત્યાંથી ભાગી ગયો હતો. ગોળીનો અવાજ સાંભળીને પહોંચલા લોકોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી.

  મોહનિયા શહેર નિવાસી મુગલી દેવી પોતાના ઘરની બહાર ખુરશી લગાવીને બેઠી હતી. ત્યારે સાવકો પુત્ર આવ્યો અને માતાને ગોળી મારી દીધી હતી અને તમંચો ત્યાં જ છોડીને ફરાર થયો હતો. ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠાં થયા હતા. અને ઘાયલ માતાને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યાંર મહિલાની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.  માહિતી મળતા મોહનિયા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મહિલાનું નિવેદન લીધું હતું ડેના આધાર ઉપર સાવકા પુત્રને પકડવા માટે છાપા મારવાના શરુ કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી તમંચો જપ્ત કર્યો હતો. મહિલા અને તેના સાવકા પુત્ર વચ્ચે માત્ર ત્રણ ડિસમિસ જમીનનો વિવાદ ચાલતો હોવાનું બહાર આવ્યું હતું.

  આ પણ વાંચોઃ-વલસાડઃ ઘરમાં પરિણીત પ્રેમિકા અને પ્રેમી મનાવતા હતા રંગરલિયા, અચાનક પતિ આવી જતા યુવકે સાતમાં માળેથી છલાંગ લગાવી

  આ પણ વાંચોઃ-OMG: મહિલાના અંતિમ દર્શન કરવા પહોંચ્યા વાંદરા, મૃતદેહ પાસે બેસી કલાકો સુધી કર્યો શોક

  આ સમ્બન્ધમાં મોહનિયા થાનાધ્યક્ષ રામ કલ્યામ યાદવે જણાવ્યું હતું કે, એક મહિલાને ગોળી મારી છે. મામલાની તપાસ ચાલું છે. મહિલાના નિવેદનના આધારે સાવકા પુત્રને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો નકલી અધિકારી પકડાયો, બોગસ સર્ટિફિકેટ બનાવી કરતો હતો તોડ

  ગ્રામીણ અનિલ શાહના જણાવ્યા પ્રમાણે ગોળી કેવી રીતે વાગી એ અમે નથી જાણતા પરંતુ બજારમાંથી આવતા સમયે જોયું તો ભીડ એકઠી થઈ હતી. અને અમે લોકોએ મહિલાને પોતાની ગાડીમાં નાખીને હોસ્પિટલ પહોંચાડી હતી.

  મહિલાની બહેન રાજવંતી દેવીએ જણાવ્યું હતું કે મારી બહેન ઘરની બહાર બેઠી હતી. અમે લોકો અંદર હતા. ત્યારે ગોળીની અવાજ આવી હતી અને અચાનક હોહલ્લો થવા લાગ્યો હતો. અમે બહાર આવીને જોયું તો દીદી નીચે પડેલી હતી. જમીન વિવાદને લઈને ગોળી મારવામાં આવી હતી. સાવકો પુત્ર ગોળી મારીને ફરાર થયો હતો.
  Published by:ankit patel
  First published:October 03, 2020, 16:51 pm

  ટૉપ ન્યૂઝ